ઉમરપાડા પોલીસ સ્ટેશન દ્વારા જપ્ત વાહનોની તા.૯મી જૂને જાહેર હરાજી: જાહેર જનતા, વેપારીઓ હરાજીમાં ભાગ લઈ શકશે
ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળના ગુનાઓમાં જપ્ત વાહનોની જાહેર હરાજી તા.૦૯/૦૬/૨૦૨૫ ના રોજ સાંજે ૦૪.૦૦ વાગ્યે ઉમરપાડા પોલીસ સ્ટેશન ખાતે યોજાશે. ૧ હોન્ડા યુનિકોર્ન, ૨ અશોક લેલેન્ડ પિકઅપ, ૧ બોલેરો, ૧ મહિન્દ્રા મેક્સ પિકઅપ, ૧ છોટા હાથી, ૩ ટાટા પિકઅપ એમ કુલ ૯ વાહનોની હરાજી થશે. જેમાં ભાગ લેવા ઇચ્છતા વેપારીઓ, જાહેર જનતાએ તા.૦૯મીએ સાંજે ૪.૦૦ વાગ્યે ઉમરપાડા પો.સ્ટે.માં જરૂરી ફોર્મ ભરી ડિપોઝીટના રૂ.૫૦ હજાર ભરી ફોર્મ સાથે આધારકાર્ડ, પાનકાર્ડ, તથા GST નંબરની વિગતો જોડવાની રહેશે. ડિપોઝીટના નાણા રિફન્ડેબલ છે.
હરાજીના વાહનોને હરાજીની તારીખ પહેલા ઉમરપાડા પો.સ્ટે.માં નિહાળી શકાશે. હરાજી કમિટીને શરતો સૌને બંધનકર્તા રહેશે એમ ઉમરપાડા પી.આઈ. સી.બી. ચૌહાણની યાદીમાં જણાવાયું છે.






