મહુવાના કાની ગામે 35 વર્ષીય પરણીતા એ ઝેરી દવા ગટગટાવી લેતા મોત….
મહુવા તાલુકાના કાની ગામે એક આઘાતજનક ઘટના સામે આવી છે, જેમાં એક ૩૫ વર્ષીય પરિણીતાએ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે.ઘટના અંગે મહુવા પોલીસને જાણ થતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મહુવા તાલુકાના કાની ગામના આંટીયા ફળીયામાં રહેતા કંચનબેન સુનિલભાઇ હળપતિ (ઉં.વ. ૩૫) એ ગત તારીખ ૨૫/૦૬/૨૦૨૬ ના રોજ બપોરે ૧:૦૦ વાગ્યાના અરસામાં પોતાના ઘરે કોઈ અજ્ઞાત કારણોસર ઘાસ મારવાની ઝેરી દવા પી લીધી હતી.ઘટનાની જાણ થતાં જ તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક પ્રથમ સારવાર માટે મહુવા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, તેમની તબિયત વધુ લથડતા વધુ સારવાર અર્થે નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તારીખ ૨૬/૦૬/૨૦૨૬ ના રોજ વહેલી સવારે ૪:૩૦ વાગ્યે તેમનુ મોત નીપજ્યું હતુ.ઘટના અંગે મહુવા પોલીસને જાણ થતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




