Traffic Tail

કાયદાનો અભ્યાસ અને સનદ પ્રાપ્ત કરેલા આદિજાતિના યુવક-યુવતિઓને રૂ.૨.૮૮ લાખની સહાય મળવાપાત્ર

SHARE:

કાયદાનો અભ્યાસ અને સનદ પ્રાપ્ત કરેલા આદિજાતિના યુવક-યુવતિઓને રૂ.૨.૮૮ લાખની સહાય મળવાપાત્રઃ

ગુજરાત રાજ્યના કાયદાનો અભ્યાસ અને સનદ પ્રાપ્ત કરેલા આદિજાતિ યુવક-યુવતિઓ માટે રૂ.૨.૮૮ લાખ સહાય આપવાની જોગવાઈ અમલમાં છે. આ યોજના હેઠળ જુનિયર વકીલને પ્રથમ વર્ષ માસિક રૂ.૧૦ હજાર લેખે,બીજા વર્ષ માસિક રૂ.૮ હજાર લેખે તેમજ ત્રીજા વર્ષ માટે માસિક રૂ.૬ લેખે કાયદા સ્નાતકોને સહાય આપવમાં આવે છે.જે સિનિયર વકીલના હાથ નીચે તેઓ પ્રેક્ટીસ કરે છે તે સિનિયર વકીલને રૂ.૫ હજાર લેખે ત્રણ વર્ષ સુધી રૂ.૧.૮૦ લાખ એલાઉન્સ તરીકે આપવામાં આવે છે.

સહાય માટે લાયકાતની વાત કરીએ તો અરજદાર કાયદા સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરેલ હોવી જોઇએ, સીનીયર વકીલના હાથ નીચે પ્રેક્ટીસ કરતા હોવા જોઇએ,સીનીયર વકીલ પ્રેક્ટીસનો ઓછામાં ઓછો ૭ વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઇએ અને જુનિયર વકીલ હોય તેવા અરજદારે સનદ મળ્યા તારીખથી ૨ વર્ષની સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે.આ યોજનાનો લાભ મેળવવા માટે આદિજાતિની વેબસાઈટ https://adijatinigam.gujarat.gov.in/ પર અથવા માંડવી પ્રાયોજના વહીવટદારની કચેરી અથવા ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન બિરસા મુંડા ભવન, ગાંધીનગરનો સંપર્ક સાધી શકાય છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!