ભીનાર ડુંગરી ફળિયા અને પાટી ફળિયા વર્ગશાળામાં સંયુક્ત શાળા પ્રવેશોત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો.
વાંસદા તાલુકાના ભીનાર ગામ ખાતે શિક્ષણ ક્ષેત્રે એક નવો ઉત્સાહ જોવા મળ્યો હતો.ભીનાર ડુંગરી ફળિયા વર્ગશાળા અને પાટી ફળિયા વર્ગશાળાનો સંયુક્ત ‘શાળા પ્રવેશોત્સવ’ કાર્યક્રમ ખૂબ જ હર્ષોલ્લાસ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં યોજાયો હતો.આ કાર્યક્રમ સાથે ગામના ભુલકાઓની શૈક્ષણિક સફરની ભવ્ય અને શુભ શરૂઆત કરવામાં આવી હતી.નવા વિદ્યાર્થીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું શાળાના પ્રથમ પગથિયે ડગ માંડતા નવા પ્રવેશ મેળવનાર નાના-નાના ભૂલકાઓનું પરંપરાગત રીતે કુમકુમ તિલક કરી, પુષ્પગુચ્છ આપી અને મીઠાઈ ખવડાવીને શાહી સ્વાગત કરવામાં આવ્યું હતું.નવીન વાતાવરણમાં પ્રવેશતા બાળકોના ચહેરા પર આ સત્કાર જોઈને અનોખો આનંદ જોવા મળ્યો હતો.મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ વચ્ચે આ કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રવેશોત્સવ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા કક્ષાના પદાધિકારી અને વાંસદાના માનનીય મદદનીશ ખેતી નિયામકશ્રી ઉમેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ભીનાર ગામના સરપંચશ્રી જીતેન્દ્રભાઈ પટેલ, સ્થાનિક આરોગ્ય કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ગામના વાલીઓ અને વડીલો હાજર રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન મુખ્ય મહેમાનશ્રી ઉમેશભાઈ પટેલ અને સરપંચશ્રી જીતેન્દ્રભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું.તેમણે શિક્ષણનું મહત્વ સમજાવી,નવા પ્રવેશિત બાળકોને વિશિષ્ટ આશીર્વચન પાઠવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી.સમગ્ર કાર્યક્રમની રૂપરેખા મુજબ તમામ પ્રક્રિયાઓની પૂર્તતા કરી,વાલીઓ અને ગ્રામજનોના સાથ-સહકારથી આ શાળા પ્રવેશોત્સવ ખૂબ જ સુંદર અને સફળ રીતે સંપન્ન થયો હતો. આ પ્રસંગે સમગ્ર ભીનાર ગામમાં શિક્ષણનો એક નવો ઉમંગ જોવા મળ્યો હતો.
અલ્પેશ.પટેલ(વાંસદા)



