મહુવામાં કોંગ્રેસની “સંવિધાન બચાવો જન સંપર્ક યાત્રા ” નો પ્રારંભ
પેટા : ધારાસભ્ય તુષારભાઈ ચૌધરી, ધારાસભ્ય અનંતભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનભાઈ નાયક, સુમુલ ડેરીના ડિરેકટર સિદ્ધાર્થ ભાઈ ચૌધરી,યુથ કોંગ્રેસ ના પ્રમુખ હર્ષલ ચૌધરી સહિતના આગેવાનો ઉપસ્થિત
પેટા : કોંગ્રેસ ની આ યાત્રા 17 દિવસ સુધી તાલુકાના ગામોમાં ફરશે અને જનસંપર્ક કરશે.
મહુવા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ સુરત જિલ્લાના મહુવા તાલુકાના બોરીયા ગામ ખાતે થી “સંવિધાન બચાવો જન સંપર્ક યાત્રા ” ની શરૂઆત કરવામાં આવેલ હતી. જેમાં માજી કેદ્રીય મંત્રી અને ધારાસભ્ય તુષારભાઈ ચૌધરી, ધારાસભ્ય અનંતભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનભાઈ નાયક, સુમુલ ડેરીના ડિરેકટર સિદ્ધાર્થ ભાઈ ચૌધરી,યુથ કોંગ્રેસ ના પ્રમુખ હર્ષલ ચૌધરી સહિતના આગેવાનો ઉપસ્થિતિ રહ્યા હતા.
કોંગ્રેસી નેતો અને આ યાત્રાના આયોજક પ્રકાશભાઈ મેહતા,મંત્રી સતિષભાઈ પાંડે,દિનેશભાઇ પટેલ,નયનભાઈ પાવાગઢી,વિપુલભાઈ પટેલ,ઈચ્છુંભાઈ પટેલ,છોટુભાઈ પટેલ,શિરીશભાઈ પટેલ સંહિતાના આગેવાનો અને કાર્યકર્તાઓએ સાથે મળી હાલની સરકાર દ્વારા આદિવાસી સમાજ ને થઈ રહેલ અન્યાય અને આદિવાસી સમાજની સમસ્યાઓ લઈ સમગ્ર તાલુકાના ગામે ગામ જઈ જનસંપર્ક કરવા માટે રૂટ તૈયાર કરેલ છે અને આશરે 17 દિવસની યાત્રા બાદ તા. 12/06/2025 ના રોજ મહુવા તાલુકાના અનાવલ ગામ ખાતે યાત્રાની પુર્ણાહુતી કરવાનું આયોજન કરવામાં આવેલ છે.
હાલ તો મહુવા તાલુકા કોંગ્રેસ દ્વારા અન્યાય સામે આક્રમકતાથી યાત્રા શરૂ કરી છે ત્યારે રાજકીય વાતાવરણ ગરમાયું છે.

બોક્સ
આદિવાસીઓના અન્યાય સામે તો લડત ચાલશે સાથે ભ્રષ્ટાચાર પણ ખુલ્લા પડાશે : પ્રકાશ મહેતા
કોંગ્રેસની આ યાત્રાના આયોજક પ્રકાશભાઈ મહેતાએ જણાવ્યું હતું કે આદિવાસીઓને થતા અન્યાય સામે તો લડત ચલાવીશું.ગામેગામ જઈને લોકોના પ્રશ્ન ,સમસ્યા સામે લોકો ને યાત્રા સાથે જોડી એકતાની તાકાત સાથે લડત લડીશું.તો તાલુકામાં ભ્રષ્ટાચાર નો સડો લાગ્યો છે.તાલુકા પંચાયતના વહીવટમાં થયેલ તાલુકાના ગામોમાં થયેલ ભ્રષ્ટાચાર ખુલ્લો પાડીશું અને જવાબદારો પર જવાબ માંગીશું.અને જરૂર પડ્યે ન્યાયાલય ના દ્વારે અધિકારીઓને ઊભા રાખી દેતા પણ ખચકાઇશું નહીં






