તા.૨૧મીએ ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’માં વર્ગ-૧ના અધિકારીઓ હાજર રહેશે
૨૨મીએ સુરત જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે:
આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજદારે દર મહિનાની તા.૧૦મી સુધીમાં અરજી મોકલી આપવીઃ
શહેર-જિલ્લાના ૧૫ તાલુકાઓમાં જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓ હાજર રહી પ્રજાના પ્રશ્નો સાંભળશે
લોકોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. જેમાં અરજદારના વ્યકિતગત પ્રશ્ન કે જેમાં કોર્ટ મેટર, નીતિવિષયક અને સર્વિસ મેટર સિવાયના કામોનો નિકાલ સંબંધિત કચેરીમાં થતો ન હોય તો તેવા કામોનો નિકાલ આ કાર્યક્રમમાં કરવામાં આવે છે. જે મુજબ મે મહિનાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ ૨૧મીએ અને તા.૨૨મીએ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે. તા.૨૧મીના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યે સુરત જિલ્લા કલેક્ટરશ્રી કોઈ પણ એક તાલુકામાં ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમના ભાગરૂપે તા.૨૧મીના રોજ સવારે ૧૧.૦૦ વાગે આ અધિકારીઓ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં જે તે તાલુકાની માંમલતદાર કચેરીઓ ખાતે ઉપસ્થિત રહેશે. કતારગામ તા.મામલતદાર કચેરી ખાતે નાયબ કલેકટર સ્ટેમ્પ ડયુટી વિ.-૨, પુણા તાલુકામાં મુખ્ય કારોબારી અધિકારી-સુરત, ચોર્યાસીમાં જિલ્લા વિકાસ અધિકારી, ઉધનામાં સિટી પ્રાંત અધિકારી (દક્ષિણ), માંગરોળ તાલુકામાં સુરત ગ્રામ્યના પોલીસ અધિક્ષક, બારડોલી તાલુકામાં નાયબ જિ.વિકાસ અધિકારી(વિકાસ), ઉમરપાડા તાલુકામાં નાયબ જિ.વિકાસ અધિકારી(પંચાયત), મહુવા તાલુકામાં બારડોલી પ્રાંત અધિકારી, પલસાણા તાલુકામાં કામરેજ પ્રાંત અધિકારી, અડાજણ તાલુકામાં ઓલપાડ પ્રાંત અધિકારી, અબ્રામા તાલુકામાં સિટી પ્રાંત અધિકારી (ઉત્તર), માંડવી તાલુકામાં નાયબ જિ.વિકાસ અધિકારી(મહેસૂલ), ઓલપાડ તાલુકામાં જિલ્લા પુરવઠા અધિકારી, કામરેજ તાલુકામાં નાયબ કલેકટર સ્ટેમ્પ ડયુટી વિ-૧, મજુરામાં પોલીસ કમિશનરશ્રી હાજર રહી પ્રજાના પ્રશ્નો સાંભળશે.
ગ્રામજનોએ પોતાના પડતર પ્રશ્નો/રજૂઆતો અંગેની અરજી સરનામા તથા કોન્ટેક નંબર સાથે મારી અરજી તાલુકા સ્વાગતમાં લેવી તેવા મથાળા સાથે ગામના તલાટીને સંબોધીને દર મહિનાની તા.૧૦મી સુધી આપવાની રહેશે. જેનો જે તે તાલુકામાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં સમાવેશ કરાવશે. જ્યારે જિલ્લા કક્ષાના નિકાલ કરવાના કામ માટેની અરજી જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં મોકલી આપવી તેમ નિવાસી અધિક કલેકટરની યાદીમાં જણાવાયું છે.



