A1ગ્લોબલ સ્કૂલ અનાવલ ખાતે એક અનોખી પહેલ વાલી મિત્રો ની પરીક્ષા-” હું તો લખીશ મારા મન ની વાત”

સુરત,મહુવા:-આજરોજ A1ગ્લોબલ સ્કૂલ અનાવલ ખાતે અંગ્રેજી તેમજ ગુજરાતી માધ્યમ ના 200 થી વધુ વાલી ભાઈ બહેનો એ શાળા માં પરીક્ષા આપી .શાળા ના આયોજન ને વધાવવા શાળા મંડળ ના ટ્રસ્ટી મિત્રો,મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કનકસિંહ પરમાર,પ્રમુખશ્રી જયેશસિંહ પરમાર,મંત્રી શ્રી નરેશસિંહ પરમાર,ધર્મેન્દ્રસિંહ ચૌહાણ,શોભનાબેન પરમાર તેમજ શાળાના આચાર્ય,સુપરવાયાઝર મિત્રો,શેક્ષણિક તેમજ બિન શેક્ષણિક સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

વર્તમાન પરિસ્થિતિ માં બાળકો નું શ્રેષ્ઠ ઘડતર કઇ રીતે કરી શકાય?,બાળકો જે સમસ્યાઓ થી પીડાય રહ્યા છે તે સમસ્યાઓ માં વાલી તરીકે પોતે કેટલા જવાબદાર?,તેમજ ઘર નું વાતાવરણ કેટલું જવાબદાર?શિક્ષકો અને શાળા કેટલા જવાબદાર છે?,અને વર્તમાન સમય કેટલો જવાબદાર છે? વાલી મિત્રો ના માધ્યમથી આ બાબતો ને જાણવા નો એક સુંદર પ્રયાસ શાળા દ્વારા કરવામાં આવ્યો.વાલી મિત્રોએ 80 જેટલા પ્રશ્નો આપવામાં આવ્યા હતા.પરીક્ષા પૂર્વે વાલી ઓ માં એક પ્રકાર ડર લઈને આવ્યા હતા કે પ્રશ્નો કેવા,કયા પ્રકારના,જવાબ આપી શકીશું કે નહીં?15-20 વર્ષ પછી વાલી મિત્રો જ્યારે વર્ગખંડ માં એક વિદ્યાર્થી બનીને પરીક્ષા આપી રહ્યા હતા ત્યારે તેમના ચહેરા પર એક જુદાજ પ્રકારનો અનુભવ જોવા મળ્યો હતો.

A1 ગ્લોબલ સ્કૂલ ના આ અનોખા પ્રયાસ નો તમામ વાલીમીત્રો એ અભિપ્રાય આપતા એક વાક્ય માં કહીયે તો,આ પ્રયાસ ખૂબ આવકાર્ય છે અમે અમારા મનની વાત આજે ખુલી ને લખી શક્યા છીએ ,ઘણા પ્રશ્નો એ અમને વિચારતા કરી દીધા છે,એક શાળા જ્યારે આટલા પારદર્શક વિચારો સાથે કામ કરતી હોઈ ત્યારે અમારા બાળકો નું ઘડતર ચોક્કસ પણે ખૂબ સુંદર રીતે થશે એવો અમને વિશ્વાસ છે.શાળા ના ટ્રસ્ટી મિત્રો એ પરીક્ષા આપી રહેલ વાલી ભાઈ બહેનો તેમજ શાળાના સમગ્ર સ્ટાફ ને અભિનંદન પાઠવ્યા હતા.



