Traffic Tail

મહુવા તાલુકામાં પાંચ આંગણવાડી અને એક પુલનું લોકાર્પણ ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાના વરદ હસ્તે કરાયું.

SHARE:

મહુવા તાલુકામાં પાંચ આંગણવાડી અને એક પુલનું લોકાર્પણ ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાના વરદ હસ્તે કરાયું.

મહુવા તાલુકામાં વિકાસ ગાથામાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે ત્યારે વિકાસને ચાર ચાંદ લાગે એવા કામોના લોકાર્પણ મહુવા 170 વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાના વરદ હસ્તે કરવામાં આવ્યા હતા.નાના ભૂલકાના જીવનના ઘડતર ની શરૂઆત એટલે નંદ ઘર આંગણવાડી એવા ભૂલકાનું ઘડતર માટે નવનિર્મત મહુવા તાલુકામાં પાંચ જેટલી આંગણવાડી નું લોકાર્પણ ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.જેમાં મહુવા તાલુકાના રાણત,મહુવા,મિયાપુર,કાછલ,બારતાડ ના ગામોમાં આંગણવાડી નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જ્યારે તાલુકાના ઉમરા કુમકોતર વચ્ચે નો પુલ જે વર્ષો જૂની સમસ્યા નું આખરે અંત આવી ગયું છે જેનું લોકાર્પણ આજરોજ કરવામાં આવતા સમસ્યા નો અંત આવતા સ્થાનિકો એ ધારાસભ્યનો આભાર માન્યો હતો.આ કાર્યક્રમ દરમ્યાન તાલુકા જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, તાલુકા ભાજપ પ્રમુખ,સરપંચો કાર્યકર્તાઓ તેમજ અધિકારી ગણ હાજર રહ્યા હતા.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!