Traffic Tail

વેડ રોડની વાણી મિસ્ત્રીએ એમ.કોમના અભ્યાસમાં ૮૦.૪૬ ટકા મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો

SHARE:

વેડ રોડની વાણી મિસ્ત્રીએ એમ.કોમના અભ્યાસમાં ૮૦.૪૬ ટકા મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો
સુરત શહેરના વેડ રોડ સ્થિત રામજી નગર સોસાયટીની દિકરી વાણી ભરતભાઇ મિસ્ત્રીએ એમ.કોમનો અભ્યાસ પુર્ણ કરીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. સુરત અઠવાલાઈન્સ સ્થિત એસ.પી.બી ઇગ્લિશ મિડીયમ કોલેજમાં એમ.કોમનો અભ્યાસ પુર્ણ કરીને પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. વીર નર્મદ યુનિવર્સિટીના ૫૫મા પદવીદાન સમારોહ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે પ્રમાણપ્રત્ર અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને પરિવારનું નામ રોશન કર્યું હતું.
વાણી મિસ્ત્રીએ ખુશી વ્યકત કરતા જણાવ્યું કે, ગોલ્ડ મેડલ હાંસલ કરવાની પ્રેરણા મને માતા પિતા થકી મળી છે.હમણાં રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ શિક્ષક તરીકે નોકરી કરી રહી છું.નોકરી સાથે જીસેટની પરીક્ષા પાસ કરી છે અને નેતની પરીક્ષાની તૈયારી કરી રહી છું.આગાળ હું પ્રોફેસર બનવા ઇચ્છું છું.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!