આંબા પાકમાં આવતા ભૂકીછારા તથા ચુસિયા રોગ( મધીયા)ના રોગ માટે ખેડુતોએ કાળજી રાખવા અનુરોધઃ

SHARE:

આંબા પાકમાં આવતા ભૂકીછારા તથા ચુસિયા રોગ( મધીયા)ના રોગ માટે ખેડુતોએ કાળજી રાખવા અનુરોધઃ

સુરતના નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા સુરત જિલ્લામાં હાલની સ્થિતિએ આંબા પાકમાં આવતા ભૂકીછારા અને ચુસિયા રોગ( મધીયા)ના રોગ માટે ખેડુતમિત્રોએ જરૂરી તકેદારીઓ રાખવી ભલામણ કરી છે.
આંબાવાડીમાં સૂકા ડાળા, પાન, ફળ વિગેરે એકઠા કરી બાળીને તેનો નાશ કરવો. આંબાવાડીમાં નિંદામણ કરતા રહેવું. આંબાવાડીમાં ખાતરો તેમજ પિયત ભલામણ મુજબ આપવા. મોર નીકળવાની શરૂઆત થાય અને કળીઓ ખીલતી હોય ત્યારે આગામચેતીના ભાગરૂપે (પ્રોટેકટીવ મેજર્સ) વેટેબલ સલ્ફર ૫૦% વે. પા. ૩૦ ગ્રા. ૧૦ લી. પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. ફૂલ ખીલી ગયા હોય ત્યારે ભૂકી છારો જણાય તો હેકઝાકોનાઝોલ ૫ ઈ.સી. ૧૦ મિ. લિ. અથવા કાર્બેન્ડાઝીમ ૫૦% વે. પા. ૧૦ ગ્રામ અથવા પેનકોનાઝોલ ૧૦ ઈ. સી. ૫ મિ.લિ. અથવા મેપ્ટાઇલ ડીનોકેપ ૩૫.૭% ઇસી ૩.૦ મીલી અથવા મેટ્રાફેનોન ૫૦૦ ગ્રામ/લિ એસ સી ર.૦ મીલી અથવા ફ્લુક્સપાઇરોક્સેડ ૨૫૦ ગ્રામ/લિ+ પાઇરેક્લોસ્ટ્રોબીન ૨૫૦ ગ્રામ/લિ ૨.૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવીને કોઇપણ બે દવા ના વારાફરતી ૨૦ દિવસના આંતરે ત્રણ થી ચાર છંટકાવ રોગની શરૂઆત થાય ત્યારેથી કરવા. ફળ બેસવા માંડે ત્યારે દવા છાંટવાની જરૂર પડે તો ફરી વેટેબલ સલ્ફર દવા છાંટી શકાય.
ચુસિયા પ્રકારની જીવાત (મધિયો) ના ઉપદ્રવથી થતા નુકશાન અને તેના નિયંત્રણ માટે આંબાના ઝાડ ખૂબ જ મોટા થઈ ગયા હોય ત્યાં જરૂર મુજબની છટણી કરવી જેથી સૂર્યપ્રકાશ જમીન સુધી દાખલ થઈ શકે. આંબાવાડીમાં પાણીના નિતારની પુરતી વ્યવસ્થા કરવી. મોર ખીલે તે પહેલા સીન્થેટીક પાવરેબ્રોઈડ ગ્રુપની દવાઓ જેવી કે ડેલ્ટામેથ્રીન ૨.૮ ટકા ઈસી પમી.લી. નો છંટકાવ કરવો. ત્યારબાદ જીવાતના ઉપદ્રવને ધ્યાને રાખીને થાયમેથોક્સમ ૨૫ ટકા ડબલ્યુ જી ૪ ગ્રામ અથવા બુપ્રોફેજીન ૨પ ટકા ઇસી ૧૫મીલી અથવા લેંમડાસાયહેલોથીન ૫ ટકા ઇસી ૧૦ મીલી અથવા નીઓનીકોટીનોઈડ ગ્રુપની ઈમીડાકલોપ્રીડ ૧૭.૮ ટકા એસએલ ૫ મી.લી. અથવા ટોલ્ફેનપાઇરાડ ૧૫% ઇસી ૨૦ મીલી અથવા પાઇમેટ્રોજીન ૫૦% ડબલ્યુ જી ૬ ગ્રામ દવા ૧૦ લિટર પાણીમાં ભેળવીને કોઇપણ બે દવા ના વારાફરતી ૨૦ દિવસના આંતરે ત્રણ થી ચાર જીવાતના ઉપદ્રવ્યે ધ્યાને રાખીને છંટકાવ કરવાથી મધિયાનું સારી રીતે નિયંત્રણ થઈ શકે છે.
રોગ જીવાતનું આક્રમણ વધારે હોય તો ઉપરની કોઈપણ દવા વારાફરતી ૨૦ થી ૨૫ દિવસના આંતરે છાંટી શકાય. ઉપરોકત જણાવેલ દરેક છંટકાવ વખતે સ્ટીકર ૧૦ મીલી પ્રતિ ૧૦ લિટર પાણીમાં ઉમેરવું જેથી કરીને છંટકાવના સારા પરિણામ મળી શકે. ઉપર જણાવેલ ઉપાયો વ્યવસ્થિત અને સમજદારીથી કરવામાં આવે તો આંબાના પાકમાં ભૂકીછારો અને મધિયાથી થતું નુકશાન અટકાવી શકાય છે. તેમજ વધુ મહિતી માટે સુરતની નાયબ બાગાયત નિયામકની કચેરી અથવા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર- સુરતનો સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!