SSC બોર્ડની પરીક્ષા આપવા જતી વિધાર્થીની સાથે ટ્રેક્ટરે અકસ્માત સર્જતા કમકમાટી ભર્યું મોત.
પોલીસસૂત્ર દ્વારા પાપ્ત વિગત મુજબ મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર વલવાડા ગામની સીમમાં એક ટ્રેક્ટરના ચાલકે બેફ્રિકરાઈ અને ગફલત ભરી રીતે પોતાના કબ્જા નું વાહન વલવાડા બજાર તરફ હંકારી લાવી મોટર સાયકલ નંબર G. J.05.EE.2843 ના ચાકલને ઇજાઓ પહોંચાડી હતી.જ્યારે પાછળ સવાર 15 વર્ષીય શિવાંસીકુમારી નિલેશભાઈ પટેલ જે ધોરણ 10 ની બોર્ડ પરીક્ષા આપવા જઈ રહી હતી જેઓનું ટ્રેક્ટર સાથે અકસ્માત સર્જાતા સારવાર મળે તે પહેલાં જ તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.ઘટના અંગે મહુવા પોલીસને જાણ કરાતાં મહુવા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.





