વેરા વસુલાત અભિયાનમાં મહુવા તાલુકો અવ્વલ

SHARE:

વેરા વસુલાત અભિયાનમાં મહુવા તાલુકો અવ્વલ

અનાવલ : વર્તમાન નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ અંત તરફ છે ત્યારે વેરા વસુલાતમાં મહુવા તાલુકો ૫.૭૯ ટકા સાથે અવ્વલ રહેતા સ્થાનિક અધિકારીઓની કામગીરી બિરદાવવા લાયક રહેવા પામી છે.
એકબાજુ વેરો ભરવા મિલકતધારકો ઉદાસીન વલણ દાખવી રહ્યા છે.ગ્રામ પંચાયતમાં મિલકતધારકો વેરો ભરવાનું નામ નહી લઈ રહ્યા ત્યારે જિલ્લા વહીવટી તંત્રે તેની ટીમ મેદાનમાં ઉતારી દીધી છે.
સ્થાનિક સ્વરાજ ના પ્રથમ પગથિયા સમાન ગ્રામ પંચાયતોની મુખ્ય આવક વેરો છે અને જેના દ્વારા સ્વભંડોળ થકી ગામના પાયા ના વિકાસના કાર્યો થાય છે.પરંતુ મિલકતધારકો ગ્રામ પંચાયત ભરવામાં અળસાઈ કરે છે.
સુરત જિલ્લામાં ૨૨ – ૨ – ૨૫ થી ૨૩ – ૨ – ૨૫ સુધી વેરો વસુલાત નું અભિયાન ચલાવવામાં આવ્યું જેમાં મહુવા તાલુકો ૫.૭૯ ટકા સાથે ૨૦,૭૭,૮૦૦ રૂપિયા ની વસૂલાત સાથે અવ્વલ રહ્યો હતો તો પલસાણા તાલુકો છેલ્લા ક્રમે રહ્યો હતો.
મહુવા તાલુકાના તાલુકા પંચાયતના અધિકારીઓ ના માર્ગદર્શન હેઠળ ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રીઓ ની ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી અને જિલ્લા માં કામગીરી પ્રથમ ક્રમે રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!