વિધાનસભાના અંદાજપત્ર સત્રને કારણે મુખ્યમંત્રીશ્રીનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાશે નહિ.

SHARE:

વિધાનસભાના અંદાજપત્ર સત્રને કારણે મુખ્યમંત્રીશ્રીનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાશે નહિ.

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા દર મહિનાના ચોથા ગુરૂવારે યોજવામાં આવતો પ્રજાજનોની સમસ્યાઓ રજૂઆતોનું નિવારણ માટેનો “રાજ્ય સ્વાગત ઓન લાઈન” જન ફરીયાદ નિવારણ કાર્યક્રમ આ ગૂરૂવાર તા.૨૭- ફેબ્રુઆરી એ યોજાશે નહિ.
જિલ્લા અને તાલુકા સ્વાગત રાબેતા મુજબ ચાલુ રહેશે.

ગુજરાત વિધાનસભાના હાલ ચાલી રહેલા અંદાજપત્ર સત્રની કામગીરીને અનુલક્ષીને રાજ્ય સ્વાગત મુલત્વી રાખવામાં આવ્યો છે.

સૌ સંબંધકર્તા નાગરિકોને આ અંગેની નોંધ લેવા મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!