ઉમરપાડા તાલુકા પંચાયતની ૪-ધાણાવડ બેઠકની પેટા ચુંટણી માટે ચુંટણી અધિકારી દ્વારા ચુંટણીની જાહેર નોટિસ પ્રસિધ્ધ કરવામાં આવી

SHARE:

ઉમરપાડા તાલુકા પંચાયતની ૪-ધાણાવડ બેઠકની પેટા ચુંટણી માટે ચુંટણી અધિકારી દ્વારા ચુંટણીની જાહેર નોટિસ પ્રસિધ્ધ કરવામાં આવી
 
ઉમેદવારો તા.૧લી ફેબ્રુઆરી-૨૦૨૫ના બપોરના ૩.૦૦ વાગ્યા સુધીમાં ફોર્મ ભરી શકશેઃ
રાજય ચૂંટણી આયોગ ગાંધીનગર દ્વારા પેટા ચુંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકા પંચાયતની ધાણાવડ-૪ની પેટા ચુંટણી યોજાનાર છે. જેથી ચુંટણી અધિકારી, ઘાણાવડ-૪, તાલુકા પંચાયત મતદાર વિભાગ અને મામલતદાર ઉમેરપાડા એક જાહેર નોટીસ પ્રસિધ્ધ કરવામાં આવી છે.
નોટીસ અનુસાર દ્વારા ૪-ઘાણાવડ(અનુસુચિત આદિજાતિ સ્ત્રી) તાલુકા પંચાયત મતદાર વિભાગમાંથી ઉમરપાડા તાલુકા પંચાયતના સભ્યથી પેટા ચુંટણી કરવાની છે. ઉમેદવાર કે તેના નામની દરખાસ્ત મુકનાર વ્યકિતએ ચુંટણી અધિકારી, મામલતદાર કચેરી, ઉમરપાડા, જિ.સુરત અથવા મદદનીશ ચુંટણી અધિકારીની કચેરી, નાયબ મામલતદાર(મહેસુલ), મામલતદાર કચેરી, ઉમરપાડા ખાતે ઉમેદવારી પત્રો તા.૧/૨/૨૦૨૫થી મોડા નહી (જાહેર રજાના દિવસ સિવાય) કોઈ પણ દિવસે સવારના ૧૧.૦૦ થી બપોરના ૩.૦૦ વાગ્યા સુધીમાં આપી શકાશે.
ઉમેદવારી પત્રના નમુના ઉપર જણાવેલા સ્થળેથી અને સમયે મેળવી શકાશે. ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૩/૨/૨૦૨૫ના રોજ સવારે ૧૧.૦૦ વાગ્યે શરૂ કરી પુર્ણ થાય ત્યાં સુધી કરવામાં આવશે. ઉમેદવારી પાછી ખેચવાની નોટિસ ઉમેદવાર અથવા તેના નામની દરખાસ્ત કરના રવ્યકિત અથવા તેનો ચુંટણી એજન્ટ ઉપરના પરિચ્છેદ (૨)માં નિર્દિષ્ટ કરેલ બે પૈકીના કોઈ એક અધિકારીને તેની ઓફિસમાં તા.૪/૨/૨૦૨૫ના રોજ બપોરના ૩.૦૦ વાગ્યા પહેલા પહોચાડી શકાશે. ચુંટણી હરિફાઈ થવાની હોય તે પ્રસંગે મતદાન તા.૧૬/૨/૨૦૨૫ના રોજ સવારના ૭.૦૦ થી સાંજના ૬.૦૦ વાગ્યા સુધીમાં થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!