ગ્રામ પંચાયતમાં ફાર્મર રજીસ્ટ્રી માટે ઉઘાડી લૂંટ થી સાવધાન….

SHARE:

ગ્રામ પંચાયતમાં ફાર્મર રજીસ્ટ્રી માટે ઉઘાડી લૂંટ થી સાવધાન….

સુરત,મહુવા:-સરકાર શ્રી દ્વારા ફાર્મર રજીસ્ટ્રી ફરજિયાત કરી દેવામાં આવ્યું છે ત્યારે ગ્રામ પંચાયતમાં ખેડૂતો પર રૂપિયા વસૂલવામાં આવતા હોવાની ફરિયાદ ગામે ગામ ઉઠવામાં પામી છે.ગ્રામ પંચાયત ના વહીવટ માં અંદર ની વાત અંદર જ રહે ગુપ્ત વ્યવહાર થઈ રહ્યા છે હાલ ગ્રામ પંચાયતમાં ખેડૂત નોંધણી માટે જતા ખેડૂતો દરેક બાબતથી અજાણ હોવાથી ગ્રામ પંચાયતમાં રૂપિયા વસૂલી ખિસ્સા ભરાઈ રહ્યા હોવાની માહિતી જાણવા મળે છે.મહુવા તાલુકામાં સરકાર શ્રી ના હેતુના ખુલ્લેઆમ ધજાગરા ઉડાડી ખેડૂતો પર રૂપિયા વસુલવામાં આવે છે ત્યારે અમે આજે આપને જણાવી દઈએ છીએ કે સરકાર શ્રી દ્વારા ખેડૂત નોંધણી તદ્દન મફતમાં કરવામાં આવી રહી છે છતાં પણ કેટલીક ગ્રામ પંચાયતમાં 100,200,250 કે 500 રૂપિયા સુધી વસુલવામાં આવતા હોવાની લોક ચર્ચા એ જોર પકડ્યું છે.ત્યારે સૌથી પહેલાં જનતા એ જાગૃત થવાની જરૂર છે જ્યારે પણ કોઈપણ સરકારી કચેરી ખાતે જો રૂપિયા માંગવામાં આવે તો આપેલ રૂપિયાની રસીદ ચોક્કસ માંગવી,જો કોઈપણ કર્મચારી રૂપિયાની માંગણી કરે તો લાંચરૂશ્વત વિભાગ ને જાણ કરવી જવાબદાર અધિકારી ને જાણ કરી જાગૃત નાગરિક બનવાની જરૂર છે,હાલમાં સરકાર શ્રી દ્વારા ફાર્મર રજીસ્ટ્રી તદ્દન મફતમાં કરવામાં આવી રહી છે છતાં પણ ખેડૂતોની જાણકારી ના અભાવે ઉઘાડી લૂંટ થતી હોવાની બુમાં બૂમ થઈ રહી છે કેટલાક ખેડૂતો પર એક ખેડૂત દીઠ જ્યારે 100 થી 200 રૂપિયાની કટકી લેવામાં આવી રહી છે તેવા ખેડૂતો ઉચ્ચ કક્ષાએ ફરિયાદ પણ કરનાર હોવાનું જાણવા મળે છે ત્યારે “ધ સત્ય મેવ ન્યૂઝ” તમને જાગૃત કરી રહી છે કે સરકાર શ્રી દ્વારા ખેડૂત નોંધણી તદ્દન મફતમાં કરવામાં આવી રહી છે ત્યારે અમુક ગ્રામ પંચાયત માં આ બાબતે રૂપિયા વસૂલવામાં આવે છે જે બાબતે જાગૃત બનો.

સરકાર શ્રી દ્વારા આપવામાં આવેલ માહિતી

ભારત સરકારની સૂચના અનુસાર એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના તમામ ખેડૂતોની ફાર્મર રજીસ્ટ્રી તા. ૨૫-૦૩-૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે. જ્યારે, પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતોને આગામી ડિસેમ્બર માસનો હપ્તો મેળવવા માટે તા. ૩૦ નવેમ્બર સુધીમાં ફાર્મર રજીસ્ટ્રી ફરજીયાત પણે કરાવવા માટે જણાવવામાં આવ્યું હતું. જે ખેડૂતોએ તા. ૩૦ નવેમ્બર સુધીમાં ફાર્મર રજીસ્ટ્રી કરાવી હશે તેવા ખેડૂતોને પી.એમ. કિસાન યોજના હેઠળ ડિસેમ્બર માસનો હપ્તો મળશે. અન્ય ખેડૂતોને ફાર્મર રજીસ્ટ્રી પૂર્ણ કર્યા બાદ પી.એમ કિસાન યોજનાના લાભો મળવાપાત્ર થશે.

ખેડૂતો ઈ-ગ્રામ કેન્દ્ર ખાતે કોઇપણ પ્રકારના ચાર્જ ચૂકવ્યા વગર વિનામૂલ્યે ફાર્મર રજીસ્ટ્રી કરાવી શકે છે. ફાર્મર રજીસ્ટ્રી માટે ખેડૂતોએ ભળતી અથવા ખોટી એપ્લીકેશન કે લિન્ક ન ખોલતા આપના ગામના તલાટી/ ગ્રામ સેવકશ્રીનો સંપર્ક કરી નક્કી કરેલ ઓપરેટર મારફત જ નોંધણી કરાવવી હિતાવહ છે. આ ઉપરાંત ખેડૂતો અધિકૃત એપ્લીકેશનના માધ્યમથી સેલ્ફ રજીસ્ટ્રેશન પણ કરી શકે છે. સેલ્ફ રજીસ્ટ્રેશન માટે સોશિયલ મીડિયામાં જો કોઈ ખોટી માહિતી મળે તો તેવી બાબતોથી પ્રેરાવું નહિ, તે બાબતની ખાસ કાળજી રાખવી, તેમ ખેતી નિયામકની યાદીમાં જણાવાયું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!