સુરત જિલ્લાના માંડવી તાલુકાના ધરમપોર-ઉશકેર- મુંજલાવ બૌધાન રોડ પર બ્રિજની કામગીરીનેધ્યાને લેતા રસ્તો બંધ કરી ડાયવર્ટ કરાયો.

SHARE:

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામુંઃ
 
સુરત જિલ્લાના માંડવી તાલુકાના ધરમપોર-ઉશકેર- મુંજલાવ બૌધાન રોડ પર બ્રિજની કામગીરીનેધ્યાને લેતા રસ્તો બંધ કરી ડાયવર્ટ કરાયો.
સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના ધરમપોર ઉશકેર મુંજલાવ બૌધાન રોડ પર બ્રિજની કામગીરી કરવાની હોય જેને ધ્યાને લેતા ટ્રાફિક નિયમન જળવાય રહે તેવા આશયથી સુરત જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી વિજય રબારીએ જાહેરનામા દ્વારા આ રસ્તાને બંધ કર્યો છે.
જાહેરનામા અનુસાર ધરમપોર ઉશકેર મુંજલાવ બૌધાન રોડ પર બ્રિજની કામગીરી ચાલુ હોવાથી તા.૦૧/૧૨/૨૦૨૪ થી તા.૨૦/૦૧/૨૦૨૫ સમય દરમ્યાન રસ્તો બંધ રહેશે. વૈકલ્પિક રસ્તા તરીકે કીમ-માંડવી એસ.એચ થી કાકરાપાર જમણા કાંઠા કેનાલના સર્વિસ રોડ થઇ તડકેશ્વર કેનાલથી મુ્જલાવ રોડ,કીમ-માંડવી એસ.એચ રોડ થઇ વડોદ નૌગામ રોડ બૌધાન, બૌધાન વડોદ નૌગામા રોડ થઈ કીમ-માંડવી એસ.એચ રોડ થઇ કાકરાપાર જમણા કાંઠા કેનાલના સર્વિસ રોડ થઇ તડકેશ્વર કેનાલથી મુંજલાવ રોડ તરફ ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!