NRI પરિવાર દ્વારા કાછલ પ્રાથમિક શાળાના બાળકોને સ્કૂલ બેગની ભેટ
સુરત, મહુવા:-મહુવા તાલુકાની કાછલ ગામની ૧ થી ૮ ધોરણની પ્રાથમિક શાળાના ૭૭ બાળકોને કરચેલિયા ગામના એનઆરઆઈ પરિવાર દ્વારા સ્કૂલ બેગની ભેટ આપવામાં આવી. મૂળ કરચેલિયાના રહેવાસી અને હાલ અમેરિકા ના શિકાગો શહેરમાં સ્થાયી થયેલા વતનપ્રેમી ભીખુભાઈ હીરાભાઈ પટેલ અને એમના પરિવાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી પોતાના માદરે વતન તથા તેના આજુબાજુના ગામોમાં સમાજ ઉપયોગી સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે આ વર્ષે તેઓએ ૭૦૦ જેટલા સરકારી પ્રાથમિક શાળાના બાળકોને વિનામૂલ્યે સ્કૂલ બેગ વિતરણ કરવા જઈ રહ્યા છે તે અંતર્ગત આજરોજ પ્રાથમિક શાળા કાછલ ખાતે ૭૭ બાળકોને સ્કૂલબેગ ભેટમાં આપી હતી તે દરમ્યાન તેઓએ જણાવ્યું હતું છે હું જે આ સેવાકાર્ય કરી રહ્યો છે તેના બદલામાં મારો આભાર વ્યક્ત ના કરશો હું તો મારી ફરજ અદા કરી રહ્યો છું. મારું ઋણ ચૂકવી રહ્યો છે. મેં પણ પ્રાથમિક શાળામાં જ શિક્ષણ મેળવ્યું હતું અને પ્રાથમિક શાળાના શિક્ષણ દરમ્યાન મને મળેલા સંસ્કાર મને આ સેવાકીય કાર્ય કરવાની પ્રેરણા આપી રહ્યા છે. તેઓએ જણાવ્યું કે આ સેવાકાર્યમાં તેઓની સાથે તેમના ધર્મપત્ની કમળાબેન અને તેમના પુત્ર નિરંજ અને પુત્રવધુ મિતાલીબેન પણ જોડાયા છે. શાળાના બાળકોને બીજા સત્રમાં નવી સ્કૂલ બેગ મળતા તેઓ ખૂબ ખુશ થઈને દાતાશ્રીઓ પ્રત્યે આનંદ સહ હર્ષની લાગણીઓ દર્શાવી હતી. આ પ્રસંગે કાછલ ગામના પૂર્વ સરપંચ નરેનભાઈ ચૌધરીએ દાતા પરિવારનો સમગ્ર કાછલ ગામ વતી આભાર વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમમાં
કરચેલિયા ગામના સરપંચ કેયુરભાઈ પટેલ કરચેલિયા ગામના અગ્રણીઓ લાલુભાઈ પટેલ હસુભાઈ પટેલ તેમજ શાળાના આચાર્યશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.





