દક્ષિણ ગુજરાત ચૌધરી સમાજનું વાર્ષિક સ્નેહ સંમેલન વેડછી ગાંધી વિદ્યાપીઠ ખાતે યોજાયું.

SHARE:

દક્ષિણ ગુજરાત ચૌધરી સમાજનું વાર્ષિક સ્નેહ સંમેલન વેડછી ગાંધી વિદ્યાપીઠ ખાતે યોજાયું

તાપી:-દક્ષિણ ગુજરાત ચૌધરી સમાજ ફેડરેશનનું વર્ષ 2024-2025 નું વાર્ષિક સ્નેહ સંમેલન તા.10-11-2024 ના રોજ માંડવી બલેઠીના સામાજિક આગેવાન કિશોરભાઈ ચૌધરીના અધ્યક્ષપણા હેઠળ યોજવામાં આવ્યું હતું.જેમાં સમાજના તેજસ્વી તારલાઓનું ,વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર યુવા યુવતીઓનું સન્માન અને નવી નિમણુંક પાપ્ત કરનાર યુવા યુવતીઓનું સન્માન,નિવૃત્ત કર્મચારીઓનું તેમજ પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂત મિત્રોનું સન્માન કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત અપરણિત યુવક યુવતીઓના પરિચય મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
સદર કાર્યક્રમમાં ફેડરેશનના પ્રમુખ શ્રી વસંતભાઈ ચૌધરીએ ઉપસ્થિત મહેમાનોને આવકાર્યા બાદ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.મહામંત્રી શ્રી પ્રભુદાસ ચૌધરી સાહેબે ફેડરેશનની સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓની વિગતો રજૂ કરી હતી.શ્રી ડી.સી.ચૌધરી સાહેબે (હાલ પર્યાવરણ વિભાગના કેન્દ્રીય સભ્ય) પ્રસંગ ને અનુરૂપ વક્તવ્ય રજૂ કરી સેવાકીય પ્રવૃત્તિઓ ને બિરદાવી હતી.આ સંમેલનમાં કે. ટી.ચૌધરી,લાલસિંહ ચૌધરી માજી પ્રમુખ ફેડરેશન ,અરૂણ ચૌધરી , ડૉ.શાંતિલાલ ચૌધરી વ્યારા , ડૉ. વિલાસ ચૌધરી મઢી,માધુભાઈ ચૌધરી, નંદુબેન ચૌધરી મહિલા ઉપ પ્રમુખ,મનોજભાઈ ચૌધરી આદિવાસી કલાકાર ,નરેન્દ્રકુમાર ચૌધરી પ્રમુખ મહુવા તાલુકા ચૌધરી સમાજ, ગમનભાઈ ચૌધરી માંડવા ટ્રસ્ટ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા .
સમગ્ર કાર્યક્રમનું સંચાલન સહમંત્રી નીતિનભાઇ ચૌધરી અને વેડછી વિદ્યાપીઠ ના આચાર્ય અંજનાબેન ચૌધરીએ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!