વાંસકુઈ કેનાલમાં અજાણ્યા ઇસમની લાશ મળી
સરપંચ અને પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય દ્વારા વહીવટી તંત્ર ને લેખિત જાણ કરી
અનાવલ : સુરત જિલ્લાના મહુવા તાલુકાના વાંસકુઈ ગામે કાકરાપાર ડાબા કાંઠા કેનાલમાં અજાણ્યા ઈસમની લાશ જોવા મળી છે.
વાંસકુઈ ગામે કાકરાપાર ડાબા કાંઠા કેનાલ માં અવારનવાર માનવશરીર ની લાશો મળવાના બનાવો બનતા રહે છે.ત્યારે વાંસકુઇ ગામની સીમમાં નેવાણીયા ખાતે નહેરમાં અજાણ્યા ઈસમ ની લાશ પેટીપુલ પાસે ફસાયેલ ડીકમોસ્ટ હાલતમાં જોવા મળી હતી.જે અંગે ગામના સરપંચ નીલમબેન અને પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય પ્રકાશભાઈ મહેતા દ્વારા વહીવટીતંત્ર ને જાણ કરી છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે દર વર્ષે આ પેટીપુલ પાસે લાશો જોવા મળે જ છે.હાલ આ લાશ બાબતે વહેલીતકે કાર્યવાહી કરવામાં આવે એ જ ગ્રાજનોની માંગ છે.





