વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરતા મહુવા તાલુકાના કાછલ ગામના ગ્રામવાસીઓ

SHARE:

વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરતા મહુવા તાલુકાના કાછલ ગામના ગ્રામવાસીઓ
 
કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ
કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી સુરતના મહુવા તાલુકાના કાછલ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો.જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
આ પ્રસંગે વિવિધ શાખાઓના અધિકારી, કર્મચારી દ્વારા કેન્દ્ર અને રાજય સરકારની પોષણ અભિયાન, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી માટેની યોજનાઓ જેવી વિવિધ વિભાગોની યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં આવી હતી.
આ પ્રસંગે કાછલ ગામે તાલુકા વિકાસ અધિકારી પી. સી. મહાલા, સરપંચશ્રી કલ્પનાબેન ચૌધરી, જિલ્લા ખેતીવાડી નિયામક શ્રી અમિત, મેડિકલ ઓફિસર ડો.મન્સૂરી, પ્રાથમિક શાળાના આચાર્યશ્રી, શિક્ષકશ્રી, તલાટીશ્રી અજયભાઈ ગામીત, ગામ આગેવાન નરેન્દ્રભાઇ, ગામના સભ્યશ્રી અને આગેવાનો, મુખ્યસેવિકા,આંગણવાડી કાર્યકર, આરોગ્ય સ્ટાફ અને અન્ય વિભાગના અધિકારી, ગ્રામ પંચાયતના સભ્ય સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!