બારડોલી તાલુકાના તેનગામના મનીષાબેનના ઘરના ઘરનું સ્વપ્ન થયું સાકાર.

SHARE:

બારડોલી તાલુકાના તેનગામના મનીષાબેનના ઘરના ઘરનું સ્વપ્ન થયું સાકાર.
 
મકાન સારું હોવાથી ગામમાં અમારો મોભો વધ્યો છેઃ મનીષાબેન ઢોડીયા
બારડોલી તાલુકાના તેન ગામના મનીષાબેન તેજસભાઇ ઢોડીયાના જીવનનું એક સોહામણું સપનું હતું ઘરનું ઘર.તેઓને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન બાંધકામ માટે રૂ.૧.૨૦ લાખની સહાય જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચેરી સુરત તરફથી મળી.તેમજ મનરેગા યોજના હેઠળ ૯૦ દિવસની રોજગારી મળી જેમાં રૂ.૧૭,૬૨૦ અલગથી આવાસ બાંધવા માટે મંજૂરી પેટે મળ્યા. કોઈ ધનવાન માટે આ સહાય નજીવી હોઈ શકે પણ મનીષાબેન જેવા સામાન્ય મહિલા માટે લાખો રૂપિયાની સહાય બરાબર જ છે.
તેનગામના લાભાર્થી મનીષાબેન ઢોડીયા જણાવે છે કે, પહેલા મારું ઘર કાચુ માટીથી ચણતર કરેલું અને પાટીયા વાળું હોવાથી ચોમાસામાં વરસાદ વધુ પડવાથી ઘરની અંદર અને આજુ બાજુ પાણી પડતું હતું. અને રહેવા માટે ઘણીજ તકલીફ પડતી હતી.
અમારી ગ્રામ પંચાયતના સરપંચશ્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે અમને વાત કરી હતી, તેના અનુસંધાનમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચેરી સુરત દ્વારા પ્રધાનમંત્રી આવાસ મંજૂર કરવામાં આવ્યું.અમોને પ્રથમ હપ્તે રૂપિયા ત્રીસ હજાર એડવાન્સ પેટે આપ્યો હતા.અન્વયે મકાનની કામગીરી શરૂ કરી ત્યાર બાદ મારૂ મકાન લીન્ટલ લેવલ સુધી આવતા બીજા હપ્તે પેટે રૂપિયા પંચાસ હજાર મળ્યા હતા ત્યાર બાદ મકાનનું બાંધકામ પુર્ણ થતા ત્રીજા હપ્તે પેટે રૂપિયાચાલીસ હજાર મળ્યા હતા.જેમાં બચાવેલી અમારી જમા પુંજિમાંથી થોડા રૂપિયા ઉમેરી મકાન સારું બનાવ્યું છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના અને મનરેગા યોજના દ્વારા આવાસ બાંધકામ કર્યું છે, અમારા ગામમાં મકાન સારૂં હોવાથી અમારો મોભો વધ્યો છે અને રહેવા માટે હવે પહેલા જેવી તફલીક પડતી નથી. આમ સરકારશ્રીની પ્રધાનમંત્રી આવાસ યોજના તેમજ મનરેગા યોજના અમોને આર્શીવાદરૂપ નિવડી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!