જિલ્લા રમત વિકાસ અધિકારી-સુરત દ્વારા આયોજિત દિવ્યાંગઓ માટેની સ્પેશિયલ ખેલમહાકુંભ ૨.0 માટે સ્પર્ધાના સ્થળ અને તારીખ જાહેર
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત તથા જિલ્લા રમત વિકાસ અધિકારી-સુરત દ્વારા આયોજિત દિવ્યાંગ ખેલાડીઓ માટેની સ્પેશિયલ ખેલમહાકુંભ ૨.૦ સ્પર્ધાના સ્થળ અને તારીખ જાહેર કરાયા છે. જે મુજબ બ્લાઇન્ડ કેટેગરીમાં ચેસની રમત તા.૨૩-૨-૨૦૨૪ના રોજ અંધજન શાળા-ઘોડદોડ રોડ ખાતે, તેમજ એથ્લેટિકસ અને ક્રિકેટની રમતો તા.૨૪-૨-૨૦૨૪ના રોજ વીર નર્મદ યુનિ. ખાતે યોજાશે. આ ત્રણેય સ્પર્ધામાં વધુ વિગતો માટે કન્વીનરશ્રી નિતેશ સુખડીયાનો ૯૮૨૫૫-૭૪૬૦૪ નંબર પર સંપર્ક કરવો.
સ્પેશિયલ ઓલમ્પિક્સ કેટેગરીમાં એથ્લેટિકસ, સાયકલિંગ, બોચી, વોલીબોલ, બાસ્કેટબોલ, તેમજ બેડમિંટનની સ્પર્ધા તા.૧-૩-૨૦૨૪ના રોજ ભાણકી સ્ટેડિયમ,મોરાભાગળ રાંદેર ખાતે યોજાશે. આ સ્પર્ધાઓ અંગેની વધુ વિગત માટે કન્વીનરશ્રી જયસુખભાઈ સોલંકીને ૯૮૭૯૬-૬૪૬૪૩ પર સંપર્ક કરવો.
ફિઝિકલ હેન્ડીકેપની કેટેગરીમાં એથ્લેટિકસ, વોલીબોલ અને ક્રિકેટની સ્પર્ધા તા.૪-૩-૨૦૨૪ના રોજ ભાણકી સ્ટેડિયમ,મોરાભાગળ રાંદેર ખાતે યોજાશે. આ સ્પર્ધાઓ અંગેની વધુ વિગત માટે કન્વીનરશ્રી મહેશભાઈ શાહ ૯૩૨૮૮-૨૩૮૩૮ પર સંપર્ક કરવો.
શ્રવણમંદ(બહેરા/મૂંગા)ની કેટેગરીમાં ૧૦૦ અને ૨૦૦ મીટર દોડની સ્પર્ધા
તા.૫-૩-૨૦૨૪ના રોજ ભાણકી સ્ટેડિયમ,મોરાભાગળ રાંદેર ખાતે યોજાશે. આ સ્પર્ધાઓ અંગેની વધુ વિગત માટે કન્વીનરશ્રી તુષાર દવેને ૯૬૨૪૨-૩૧૭૧૯ પર સંપર્ક કરવાનો રહેશે.
ઉપરોક્ત તમામ સ્પર્ધાઓ માટે સ્પર્ધા સ્થળે રિપોર્ટિંગ કરવાનો સમય સવારે ૮:૦૦ કલાકનો રહેશે એમ જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર-સુરતની યાદીમાં જણાવાયું છે.





