નવસારીના વાસી-બોરસી ખાતેથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સુરત મહાનગરપાલિકા, સુડા તથા ડ્રીમ સિટી લિમિટેડના કુલ રૂ.૫૦૪૧.૦૯ કરોડના ૫૯ વિકાસકામોનું ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમૂહુર્ત કરાશે
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી તા.૨૨/૦૨/૨૦૨૪ના રોજ નવસારી જિલ્લાના વાસી-બોરસી ખાતેથી દક્ષિણ ગુજરાતના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરશે. જેમાં સુરત મહાનગરપાલિકા, સુડા તથા ડ્રીમ સિટી લિમિટેડના રૂ. ૫૦૪૧.૦૯ કરોડના ૫૯ વિકાસકામોનું ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમૂહુર્ત કરવામાં આવશે.
સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોનના પર્યાવરણ સુધારણા અને સંરક્ષણ સેલ, ડ્રેનેજ વિભાગ, ક્રીક એમ્બેન્કમેન્ટ પ્રોજેક્ટ, ઈન્ફોર્મેશન સિસ્ટમ વિભાગ, હાઈડ્રોલિક, વોટર સેલ, ડ્રેનેજ, લાઈટ, બ્રિજ, ટ્રાફિક બીઆરટીએસ પ્રોજેક્ટ સેલ, ગાર્ડન પ્રોજેક્ટ અને પર્યાવરણ સેલ સહિત સુડાના વિકાસકાર્યોનું ઈ-ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવામાં આવશે. જેમાં સુરત મહાનગરપાલિકાના રૂ.૧૯૭૦.૧૦ કરોડના ૧૫ કામો તથા ડ્રીમ સીટી લિ.ના રૂ.૪૮.૯૪ કરોડના ત્રણ કામોનું ઈ-લોકાર્પણ તથા સુરત મહાનગરપાલિકાના રૂ.૨૫૪૨.૦૮ કરોડના ૪૦ કામો તેમજ સુડાના રૂ. ૪૭૯.૯૭ કરોડના વિવિધ વિકાસપ્રકલ્પોનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવશે.
-00-





