વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરતા મહુવા તાલુકાના વડીયા ગામના ગ્રામવાસીઓ
કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી સુરતના મહુવા તાલુકાના વડીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરાઇ વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારીશ્રી પી.સી.મહાલા દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ શ્રીમતી લીલાબેન કેદરિયા, ખેતી મદદનીશ નિયામકશ્રી અમિતભાઇ પટેલ, મેડીકલ ઓફીસરશ્રી ડો.આશિષભાઈ તેમજ વિસ્તરણ અધિકારી શ્રીમતી વિંકલબેન તેમજ તલાટી મંત્રીશ્રી તથા પ્રવીણભાઈ ચૌધરી, જલ એ જીવન અંતર્ગત વિવિધ શાખાઓના અધિકારી, કમૅચારી દ્વારા કેન્દ્ર અને રાજય સરકારની પોષણ અભિયાન, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી માટેની યોજનાઓ જેવી વિવિધ વિભાગોની યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં આવી હતી.
આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સમાપનના અવસરે મહાનુભવોના હસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પોષણ અભિયાન, પી.એમ.જે.વાય, સખી મંડળ, ખેતીવાડી વિભાગ,પશુપાલન વિભાગ, જનસેવા કેન્દ્ર,આરોગ્ય વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા.
આ પ્રસંગે વડીયા ગામે તાલુકા વિકાસ અધિકારી પી.સી. મહાલા, સરપંચશ્રી, પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી, તલાટીશ્રી, ગામ અગ્રણી, ગામના સભ્યશ્રી અને આગેવાનો, આંગણવાડી કાયૅકર, આરોગ્ય સ્ટાફ અને અન્ય વિભાગના અધિકારી, ગ્રામ પંચાયતના સભ્ય સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.





