સુરત જિલ્લા આયોજન સમિતિની ચૂંટણી-૨૦૨૩ને ધ્યાને લઈ સુરત જિલ્લા પંચાયત તથા નગરપાલિકાઓની મતવિસ્તારની પ્રાથમિક મતદારયાદી પ્રસિધ્ધ.
મતદાર યાદી સંદર્ભે તા.૩૦ ડિસેમ્બર સુધીમાં વાંધા-સુચન હોય તો રજુ કરવા
ગુજરાત જિલ્લા આયોજન સમિતિઓના નિયમો-૨૦૧૬ના નિયમની જોગવાઇ મુજબ સુરત જિલ્લા આયોજન સમિતિની ચૂંટણી-૨૦૨૩ને ધ્યાને લઈ સુરત જિલ્લા પંચાયત મતવિસ્તાર તથા નગરપાલિકાઓના મતવિસ્તારની પ્રાથમિક મતદારયાદી તા.૨૭/૧૨/૨૦૨૩ના રોજ કલેકટર કચેરી સુરત, જિલ્લા પંચાયત કચેરી સુરત તથા સુરત જિલ્લાની તમામ નગરપાલિકાઓના નોટીસ બોર્ડ ઉપર પ્રસિઘ્ધ કરવામાં આવી છે. મતદારયાદી સબંઘે જો કોઇ વાંધા/સુચન હોય તો જિલ્લા આયોજન કચેરી, આયોજન ભવન, નાનપુરા, સુરતની કચેરી ખાતે તા.૩૦/૧૨/૨૦૨૩ સુધીમાં કચેરી સમય દરમ્યાન રજુ કરવા સુરત જિલ્લા કલેકટરની અખબારી યાદીમાં જણાવાયું છે.




