તરકાણી ગામે બંધ મકાનું તાળાં તોડી અંદાજિત 25,000 થી વધુ ની ચોરીની ઘટના.
મહુવા તાલુકાના તરકાણી ગામે બંધ મકાનના તાળાં તોડી અજાણ્યા ઈસમો રફુચક્કર થઈ ગયા હતા.તરકાણી ગામના આર્જવ કેતનભાઈ પટેલ તારીખ 23 ડિસેમ્બર ના રોજ મકાન બંધ કરી અગત્યના કામથી બહાર ગામ હતા જેઓ તા.27.12.2023 ના રોજ વહેલી સવારે ઘરે પરત ફરતા ઘરના કબાટના તાળાં તૂટેલા જોતાં જ કબાટનો સામાન પણ અસ્ત વ્યસ્ત હાલતમાં હોય જેથી કબાટમાં તપાસ કરતા કબાટમાં સાંકડા,બુટ્ટી,તેમજ દેવી દેવતાના પૂજા પાઠ ના ચાંદીના સિક્કાઓ સાથે સોના ચાંદીના કિંમતી ચીજ વસ્તુઓ જણાઈ ના આવતા ચોરી થયાનો અહેસાસ થતાં મહુવા પોલીસને જાણ કરવામાં આવી હતી જેમાં જણાવેલ માહિતી મુજબ અંદાજિત 25,000 થી વધુની ચોરી જણાતા મહુવા પોલીસે ચોરી કરનારા અજાણ્યા ઈસમો ને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.




