Traffic Tail

વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું મહુવા ખાતે જિલ્લા શિક્ષણા અધિકારીની હાજરી વચ્ચે ભવ્ય સ્વાગત કરાયું.

SHARE:

વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું મહુવા ખાતે જિલ્લા શિક્ષણા અધિકારીની હાજરી વચ્ચે ભવ્ય સ્વાગત કરાયું.

મહુવા તાલુકાના મહુવા ગ્રામ પંચાયત ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.કેન્દ્ર અને રાજ્ય સરકાર ની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી યોજાય રહેલ આ રથ યાત્રામાં મહુવા ગ્રામ પંચાયત ખાતે સુરત જિલ્લા શિક્ષણા અધિકારી ની ઉપસ્થિતિ વચ્ચે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સરકાર ની વિવિધ યોજનાઓની જાણકારી સાથે એના લાભો વિશે લોકોને જાણકારી આપવામાં આવી હતી અને સામુહિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.આ પ્રસંગે સુરત જિલ્લા શિક્ષણા અધિકારી દરજી સાહેબ,તાલુકા પંચાયત પ્રમુખ શિલાબેન,સુરત જિલ્લા પંચાયાત બાંધકામ સમિતિ ના અધ્યક્ષ રાકેશભાઈ. એ.પટેલ જિલ્લા પંચાયત સભ્ય જીનેશ ભાઈ ભાવસાર,તાલુકા વિકાસ અધિકારી પી.સી.મહાલા,મહુવા તાલુકા હેલ્થ ઓફિસર મનોજ ચૌધરી,સરપંચ અનિલભાઈ તેમજ તાલુકા જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!