Traffic Tail

પુના ગામે વીજ કરંટ લાગતા ઇજાગ્રસ્ત થનાર સાંબા ગામના હેલ્પર નો આપઘાત.

SHARE:

પુના ગામે વીજ કરંટ લાગતા ઇજાગ્રસ્ત થનાર સાંબા ગામના હેલ્પર નો આપઘાત.

અનાવલ :- મહુવા તાલુકાના સાંબા ગામના વીજકંપની માં ફરજ બજાવતા લાઈનમેનને થોડા સમય પૂર્વે વીજકરંટ લાગતાં થયેલ ઇજામાંથી બહાર નહિ આવતા માનસિક તણાવ ના લીધે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર મહુવા તાલુકાના બામણિયા સબ ડિવિઝનમાં લાઈનમેન તરીકે ફરજ બજાવતા સાંબા ગામના રાજેન્દ્રભાઈ કાંતુંભાઈ કેદારિયા ઉ.વ. ૪૩ જેમને થોડા દિવસો પહેલા જ પુના ગામે વીજ લાઈનનું કામ કરતા સમયે વીજ કરંટ લાગતા અકસ્માત નડ્યો હતો અને વીજપોલ પરથી નીચે પડી જતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવતા આબાદ બચાવ થઈ જવા પામ્યો હતો.શારીરિક ઇજાઓથી પરેશાન હતા સાંબા ગામે બનાવી રહેલ નવા ઘરે ધાબા ઉપર જવાની સીડી ઉપર જઈને ઉપર લગાવેલ એન્ગલ સાથે ઓઢણી બાંધી ગાળિયો બનાવી ગળે ફાંસો નાખી લઈ જીવન ટૂંકાવી લીધું હતું.બનાવ અંગે મહુવા પોલીસ ને જાણ કરાતા મહુવા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
જો કે મરણ જનાર પગમાંથી સતત વહેતુ લોહી અને ઘરમાં લોહીના નિશાન થી અનેક તર્ક વિતર્ક સર્જાતા પોલીસે લાશ નો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!