વડીયા ગામે બરડી ફળિયામાં આતંક મચાવનાર હુમલાખોર ખુંખાર દીપડો પાંજરામાં થયો કેદ.
મહુવા તાલુકાના વડીયા ગામે બરડી ફળિયામાં છેલ્લા ઘણાં સમયથી ખુંખાર દીપડો આંતક મચાવી રહ્યો હતો.ચાર પાંચ દિવસ અગાઉ જ વડીયા ગામે બરડી ફળિયા માં રહેતા મુકેશભાઈ મગનભાઈ પટેલ ના ઘરે પાલતુ પશુ વાછરડા પર દીપડાએ જીવલેણ હુમલો કર્યો હતો અને વાછરડાનો શિકાર કર્યો હતો.વાછરડા પરના હુમલાથી બરડી ફળિયાના સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને ઘટના અંગે વન વિભાગને જાણ કરાતા વન વિભાગ દ્વારા દીપડાને કેદ કરવા પાંજરું મુકવામાં આવ્યું હતું.ત્યારે આ ખુંખાર દીપડો ફરી પાલતુ પશુનો શિકાર કરવા આવવા જતાં આબાદ પાંજરામાં કેદ થઈ જવા પામ્યો હતો.દીપડો પાંજરા માં કેદ થયાની વાત વાયુ વેગે ફેલાઈ જતાં સ્થાનિકો ખુંખાર દીપડાને પાંજરામાં કેદ થયેલો જોવા માટે ઉમટી પડ્યા હતા.અને વન વિભાગને જાણ કરતા વન વિભાગ દ્વારા દીપડાનો કબજો મેળવી લેતા સ્થાનિકોએ રાહત નો દમ લીધો હતો.




