વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરતા મહુવા તાલુકાના નિહાલી ગામના ગ્રામવાસીઓ:
કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ
કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી સુરતના મહુવા તાલુકાના નિહાલી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. નિહાલી ગામનો સંયુક્ત ઉજવણી કરવામાં આવી.જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરાઇ વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
જેમાં શ્રીમતી માલતીબેન પટેલ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. તેમજ તાલુકા વિકાસ અધિકારી શ્રી પી. સી. માહાલા અને વિવિધ શાખાઓના અધિકારી, કમૅચારી દ્વારા કેન્દ્ર અને રાજય સરકારની પોષણ અભિયાન, પી.એમ કિસાન વય યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ,જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, પશુપાલન માટેની યોજનાઓ જેવી વિવિધ વિભાગોની યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં હતી.
આ અવસરે મહાનુભવોના હસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પોષણ અભિયાન, પી.એમ.જે.વાય, સખી મંડળ, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા.
આ પ્રસંગે નિહાલી ગામે જિલ્લા ઓપેમેડીક મેડિકલ ઓફિસર શ્રી કૌશિક મહેતા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી શીલાબેન પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી રીટાબેન ડી પટેલ, તાલુકા વિકાસ અધિકારી શ્રી પી સી માહાલા, તાલુકા પંચાયતના સભ્ય શ્રીમતી સવિતાબેન પટેલ, મેડિકલ ઓફિસર ખરવણ , પરિમલભાઈ પટેલ, તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી અમરસિંહભાઈ પરમાર, આંકડા મદદનીશ , ગામના તલાટી-કમ-મંત્રીશ્રી, ગ્રામ પંચાયતના સભ્ય, આંગણવાડી કાયૅકર, આરોગ્ય સ્ટાફ, પ્રાથમિક શાળાના શિક્ષકો અને અન્ય વિભાગના અધિકારી, કમૅચારી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.




