માંડવી તાલુકાના કેવડિયા ગામે બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી અને મૂલ્યવર્ધન વિષય પર ખેડૂત તાલીમ યોજાઈ
માંડવી તાલુકાના કેવડિયા ગામે નાયબ બાગાયત નિયામકની કચેરી-સુરત દ્વારા બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી અને મૂલ્યવર્ધન વિષય પર એક દિવસીય ખેડૂત તાલીમ યોજાઈ હતી. જેમાં મદદનીશ બાગાયત નિયામક-સુરત ડો.ક્રિષ્ના ડી.પટેલે બાગાયત પાકોની પ્રાકૃતિક ખેતી અપનાવવા અંગે તથા બાગાયતી પાકોના મુલ્યવર્ધન ઉપર માર્ગદર્શન આપ્યું હતું.
બાગાયત અધિકારી-(કેનીંગ) અંકુરભાઈ પટેલ દ્વારા બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી. પરેશભાઈ હરજીભાઈ ચૌધરીએ પોતાના પ્રાકૃતિક કૃષિના ખેતરની મુલાકાત કરાવી ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના દરેક આયામો અંગે વિસ્તૃત સમજ આપી સ્વઅનુભવો તથા બાગાયતી પાકોમાં સફળ પ્રાકૃતિક ખેતી વિષે ચર્ચા કરી હતી.
તાલીમમાં બાગાયત અધિકારી-માંડવી દિપેશભાઈ પટેલ, ડે.સરપંચ પ્રવીણભાઈ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.




