Traffic Tail

કઢૈયા ગામની સીમમાં રેતી ભરેલી ટ્રક રોડની સાઈડમાં પલટી ચાલકનો થયો આબાદ બચાવ.

SHARE:

કઢૈયા ગામની સીમમાં રેતી ભરેલી ટ્રક રોડની સાઈડમાં પલટી ચાલકનો થયો આબાદ બચાવ.

મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પરથી સુગર ફેકટરી થી વાલોડ ને જોડતા માર્ગ પર કઢૈયા ગામની સીમમાં વાલોડ તરફ થઇ વાપી તરફ જઈ રહેલા રેતી ભરેલી ટ્રક નંબર G.J.15.AV.6279 સામેથી આવતા વાહનને સાઈડ આપવા જતા ટ્રક પલટી જવા પામી હતી.મહુવા તાલુકા અને વાલોડ તાલુકાને જોડતો આ માર્ગ સાંકડો હોય તેમજ કઢૈયા ગામની સીમમાં રોડની સાઈડમાં ખોદ કામ કરવામાં આવેલ હોય જેથી ભારે વાહનો રોડની સાઈડમાં ઉતારવા જતા સાઈડ પુરાણ ના અભાવે પલટી જતાં હોય છે ત્યારે આ ટ્રક ના અકસ્માતમાં પણ ચાલક દ્વારા રોડની સાઈડમાં ઉતારવા જતાં કંઈક આવી ઘટના સાથે હેવી લોડ ભરેલ ટ્રક રોડની સાઈડમાં પલટી બાજુના ખેતરમાં ખાબકી હતી.જોકે અકસ્માતમાં કોઈપણ જાનહાની સમાચાર જાણવા મળ્યા નથી તો ચાલકનો પણ આબાદ બચાવ થઈ જવા પામ્યો હતો.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!