બ્લોક કક્ષાના વિજ્ઞાન મેળાનો વહેવલ ખાતેથી શુભારંભ કરાવતા ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયા.
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિસદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરત માર્ગદર્શિત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ની કચેરી મહુવા અને બી.આર.સી.ભવન મહુવા આયોજિત પ્રાથમિક શાળાઓ માટેનું બ્લોક કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન સને 2023/24 આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળા વહેવલ ખાતેથી મહુવા 170 વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાની ઉપસ્થિતિ વચ્ચે શુભારંભ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાએ બાળકોને ખૂબ મહેનત કરી ગામ તાલુકા અને દેશનું નામ રોશન કરવા આહવાન કર્યું હતું.આ પ્રસંગે મહુવા મામલતદાર, તાલુકા શિક્ષણ અધિકારી તેમજ શિક્ષણ વિભાગના કર્મચારીઓ,તાલુકા પંચાયત પ્રમુખ શિલાબેન તેમજ તાલુકા પંચાયત સભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.




