બારડોલી મહુવા થઈ સાપુતારા રોડને ફોર લેન રસ્તો મંજુર કરવા ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાની ધારદાર રજુઆત.
મહુવા 170 વિધાનસભા મત વિસ્તારની જનતા માટે હંમેશા સુખાકારી અભિગમ દાખવતા અને વિકાસ વતાં ગુજરાતમાં જેનો સૌથી મોટો સિંહ ફાળો હોય તેવા કામો મહુવા 170 વિધાનસભા મત વિસ્તારમાં કરી હંમેશા સરકાર ને ઉગ્ર રજુઆત કરતા એવા ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાની ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને વધુ એક રજુઆત કરવામાં આવી છે જેમાં બારડોલી મહુવા અનાવલ સાપુતારા રોડને જોડતા રસ્તા ને ફોર લેન રસ્તો મંજુર કરવા અંગે નો પત્ર મુખ્યમંત્રી ને લખવામાં આવ્યો છે.
બારડોલી, મહુવા,અનાવલ વઘઇ,સાપુતારા રોડ મુખ્ય રસ્તો હોય તોજેમાં અવર જવર અને ટ્રાફિક વાળો અને સાંકડો રસ્તો હોવાથી અકસ્માતો ની સંખ્યામાં પણ વધારો હોવાનું જણાવી આગામી બજેટમાં ફોર લેન માર્ગ મંજુર કરવા ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયા એ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ને ભલામણ લેટર લખી રજુઆત કરી છે ત્યારે સરકાર દ્વારા જો રસ્તાને ફોર લેન માટે મંજૂરી આપવામાં આવશે તો સ્થાનિક આદીવાસી લોકોના ધધાં રોજગાર માં પણ બમળી આવક થઈ શકે એમ છે તેમજ ખેડૂતો માટે પણ આ ફોર લેન માર્ગ આશીર્વાદ રૂપ નીવડી શકે એમ છે.




