Traffic Tail

મહુવા તાલુકાના વેલણપુર ગામની સીમમાં આવેલ નહેરની બાજુમાં થી 37 વર્ષીય પુરુષનો મૃતદેહ મળી આવ્યો

SHARE:

મહુવા તાલુકાના વેલણપુર ગામની સીમમાં આવેલ નહેરની બાજુમાં થી 37 વર્ષીય પુરુષનો મૃતદેહ મળી આવ્યો

વ્યારાના આંબીયા ગામે રહેતા 37 વર્ષીય પુરુષનો મૃતદેહ મહુવાના વેલણપુર ગામે આવેલ નહેર પાસેથી મળી આવ્યો

મહુવાના વેલણપુર ગામે આવેલ નહેરની બાજુમાં વ્યારાના આંબીયા ગામના ગામીત ફળિયામાં રહેતા 37 વર્ષીય શૈલેષભાઇ પ્રવીણ ચૌધરીનો મૃતદેહ મળી આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર વ્યારાના આંબીયા ગામેં ગામીત ફળીયામાં રહેતા ઉ.આ 37 વર્ષીય શૈલેષભાઇ પ્રવિણભાઈ ચૌધરી ગતરોજ રાત્રે 8 વાગ્યાના સુમારે દુકાને જાવ છું એમ કહી પોતાની મોટરસાઇકલ નં GJ26E5754 લઈને નીકળી ગયેલ હતા જે આજરોજ મહુવા તાલુકાના વેલણપુર ગામેં નહેર પાસે મૃતદેહ મળી આવ્યો હતો જે ઘટના અંગે વેલણપુર ગામના સરપંચ મહેશભાઈ એ મહુવા પોલીસને જાણ કરતા મહુવા પોલીસના છના ભાઈ તેમજ વિનોદભાઈ ઘટના સ્થળે પોહચી ગયા હતા અને ત્યાં પ્રાથમિક તપાસ કરતા મૃતકે વધુ ઉલ્ટી કરી હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી ગુણસવેલ ખાતે પી.એમ કરવા માટે લઈ આગળની તપાસ હાથ ધરી છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!