કોષ ગામે થી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠાની મુખ્ય નહેરના છીછરા પાણીમાંથી હત્યા કરાઈ હોવાની શંકા ધરાવતી એક યુવાન ની મરણ ગયેલ હાલતમાં લાશ મળી આવી.
પ્રાપ્ત માહિતી મુજબ આજ રોજ સવારે મહુવા તાલુકાના કોષ ગામે થી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠાની મુખ્ય નહેરના છીછરા પાણીમાંથી હત્યા કરાઈ હોવાની શંકા ધરાવતી એક યુવાન ની મરણ ગયેલ હાલતમાં લાશ મળી આવી હતી. મરનાર યુવક કોષ ગામના ઉપલી કોષ ફળિયામાં રહેતો યોગેશ ડાયાભાઈ પટેલ હોવાનું જાણવા મળ્યું હતું. મરનાર યુવક ગઈકાલે ગુરુવારની રાત્રે પોતાના ઘરેથી બહાર ગયા બાદ ગુમ જણાયો હતો. તેના ઘરના સભ્યો અને અન્ય લોકોએ તેની શોધખોળ કરતા આજરોજ સવારે તેની લાશ નહેરમાંથી મળી આવી હતી. નહેરમાં છીછરા પાણી હોવાના ના કારણે શરૂઆતથી તેની હત્યા કરાઈ હોવાની શંકા જણાઈ હતી. મહુવા પોલીસને જાણ કરતા પોલીસે લાશનો કબજો લઈ તપાસ કરતા મરનાર યોગેશ પટેલ ના માથામાં કોઈ તીક્ષ્ણ હથિયાર દ્વારા મરણતોલ ઘા જીકાયો હોવાનો જણાયું હતું. તેના હાથની કોણીના ભાગે અને શરીરે નાના ઘા જોવા મળ્યા હતાં. મરનાર યુવક પરણીત અને બે સંતાનોનો પિતા હોવા સાથે સુરત એસ.એમ.સી માં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતો હતો. તેને છેલ્લા ઘણા સમયથી દારૂ પીવાની ટેવ હોવાનું જાણવા મળ્યું હતું. ગઈ કાલે રાત્રે ઘરે થી ગયા બાદ તે ગુમ હતો. જેની તપાસ કરતા આજરોજ નહેર માંથી તેની લાશ મળી આવી હતી. મહુવા પોલીસે પ્રાથમિક તબક્કે હત્યાની શંકાના તારણ સાથે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે. તથા મૃતદેહનો કબ્જો લઈ ફોરેન્સિક લેબ સાથે પેનલ પી.એમ કરવા લાશને સુરત સિવિલ હોસ્પિટલ મુકામે મોકલવાની તજવીજ શરૂ કરી હોવાનું જાણવા મળે છે. બીજી તરફ મૃતકના પરિવાર જનોએ કોઈ પણ શંકા નકારતા મૃત્યુના કારણ રહસ્યમય બન્યું હોવાનું જણાયું હતું.



