Traffic Tail

માંગરોળના પીપોદરા ગામેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના હસ્તે શુભારંભ

SHARE:

માંગરોળના પીપોદરા ગામેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના હસ્તે શુભારંભ

ધારાસભ્યએ સંકલ્પ રથ યાત્રાના રથને પ્રસ્થાન કરાવ્યું
કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ

સંકલ્પયાત્રાનો રથ માંગરોળ તાલુકાના ૭૬ ગામોમાં ફરીને સરકારની યોજનાઓના લાભોનું વિતરણ કરશે.
કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી સુરતના માંગરોળ તાલુકાના પીપોદરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથને માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય શ્રી ગણપતસિંહ વસાવાના હસ્તે શુભારંભ કરાયો હતો. આ અવસરે ધારાસભ્યએ કુંમકુમ તિલક કરીને રથનું સ્વાગત કર્યું હતું. વિકાસયાત્રાનો રથ માંગરોળ તાલુકામાં ૭૬ ગામોમાં ફરીને સરકારની યોજનાઓની માહિતી આપશે.
આ અવસરે ધારાસભ્ય શ્રી ગણપતભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા વર્ષો દરમિયાન પી.એમ કિસાન વય યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, આયુષ્યમાન કાર્ડ જેવી કેન્દ્ર સરકારની ૧૭થી વધુ યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોચ્યા છે. જેના કારણે તેઓના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે.
આ અવસરે મહાનુભવોના હસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પોષણ અભિયાન, પી.એમ.જે.વાય, સખી મંડળ, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા. તેમજ આધારકાર્ડમાં સુધારા વધારાનો કેમ્પ પણ યોજાયો હતો. જેનો ગ્રામજનોએ લાભ લિધો હતો.
આ કાર્યક્રમમાં માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જીવંત કાર્યક્રમને સૌ કોઈએ નિહાળ્યો હતો.
આ પ્રસંગે તાલુકા પ્રમુખ મનહરભાઈ વસાવા, જિલ્લા પંચાયતના સભ્ય નયનાબેન વસાવા, અફઝલભાઈ, TDO- હરદીપસિહ ઘરિયા, મામતદારશ્રી પાર્થ જશવાલ, સા.ન્યાય સમિતિના ચેરમેન શ્રીઅમીષાબેન પરમાર, THO- સમીરભાઈ, TLE-અનિલભાઈ, ગામના સપંચશ્રી મિહિરભાઈ પટેલ, CDPO બેનશ્રી અંતુબેન ગામીત, મુખ્યસેવીકા બેનશ્રી ભાનુબેન પટેલ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, આંગણવાડી વર્કર, તેડાગર બહેનો, અન્ય વિભાગના અધિકારી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!