ગુણસવેલ ગામે વિકસિત ભારત સંકપ યાત્રામાં ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાએ હાજર રહ્યા.
મહુવા તાલુકામા વિકસિત ભારત સંકલ્પયાત્રા નો રથ ગુસણવેલ ગામે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયા લાભાર્થી ઓને પ્રમાણ પત્ર એનાયત કર્યા હતા અને સરકારની વિવિધ યોજનાઓ વિશે જાણકારી આપી લાભ લેવા અનુરોધ કર્યો હતો.વિકસિત ભારત સંકલ્પયાત્રાનો તાલુકાના ગામોમાં ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે ત્યારે આજરોજ ગુણસવેલ ગામે 170 વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય એ હાજરી આપી હતી આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી પી.સી.મહાલા,તાલુકા પંચાયત પ્રમુખ શિલાબેન તેમજ તાલુકા જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.



