મહુવા તાલુકાના બુટવાડા અને અલગટ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથનું ભવ્ય સ્વાગતઃ
કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું
ભારત સરકાર અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ ગામે ગામ સુધી પહોચે તેવા આશયથી સુરત જિલ્લાના મહુવા તાલુકાના બુટવાડા અને અલગટ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ નવમા દિવસે હરીપુરા ગામે આવી પહોંચ્યો હતો. આ પ્રસંગે ગ્રામજનોએ સંકલ્પ યાત્રા રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
અલગટ ગામે તાલુકા વિકાસ અધિકારી પી. સી. માહલા તથા બુટવાડા ગામે વિસ્તરણ અધિકારી અમરસિંહભાઈ પરમારે ભારતને વર્ષ ૨૦૪૭ સુધીમાં આત્મ નિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં સપનાને સાકાર કરવા તથા દેશની સમૃદ્ધિની ગાથા વર્ણવી હતી.
વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ વિભાગોની યોજનાઓ જેવી કે પોષણ અભિયાન, કુપોષણ મુક્ત ભારત અને એનિમિયા,પી.એમ કિસાનવય યોજના,કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ,જલ જીવન મિશન યોજના,અટલ પેન્શન યોજનાઓ બાબતે વિસ્તૃત માહિતી વિવિધ શાખાઓ દ્વારા પુરી પાડવામાં હતી. ICDS બારડોલીના ઇન્ચાર્જ CDPO શ્રી, કર્મચારી અને કાર્યકર દ્વારા મિલેટ અને THRનો ઉપયોગ કરી વિવિધ વાનગીઓનું પ્રદર્શન કરવામાં કરી તેનું મહત્વ સમજાવ્યું હતું.
આ પ્રસંગે પ્રધાનમંત્રી આવાસ યોજના, આયુષ્માન કાર્ડ અને પીએમ-કિશાનના લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત મિશન મંગલમ્ યોજના હેઠળ સખીમંડળની બહેનોને ચેક વિતરણ કરવામાં આવ્યું હતું. ખેતીવાડી શાખા દ્વારા ડ્રોન ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું. ‘મેરી કહાની મેરી ઝુબાની’ અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના અને આઇસીડીએસના લાભાર્થી દ્વારા મેળવેલા લાભની સાફલ્યા ગાથા રજુ કરવામાં આવી હતી.
અલગટ ગામે સરપંચ નીમાબેન પટેલ તબીબી અધિકારી શ્રી શૃતીબેન બાગડ, વિસ્તરણ અધિકારી અમારસિહભાઈ પરમાર, બુટવાડા ગામે સરપંચશ્રી હેમાબેન પટેલ ,તબીબી અધિકારી શ્રી શૃતીબેન બાગડ, શાળા આચાર્ય શ્રી બીપીનભાઈ પટેલ ,SDB ના કર્મચારી શ્રી,ગ્રામ પંચાયતના સભ્યોશ્રી,તેમજ તાલુકા પંચાયતના કર્મચારી, મુખ્ય સેવિકા વલવાડા, SDB ના તથા અન્ય કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.



