સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વાઘેચા ગામે વિકસીત ભારત સંકલ્પયાત્રાનો રથ આવી પહોચ્યો.
ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત સાથે કલ્યાણકારી યોજનાઓની માહિતી આપવામાં આવી.
ભારત સરકાર અને રાજ્ય સરકારનું કલ્યાણકારી યોજનાઓના લાભો છેવાડાના ગ્રામજનો સુધી પહોંચે તેવા આશયથી સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના છઠ્ઠા દિવસની ઉજવણી વાઘેચા ગામે કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં સરપંચશ્રી પરેશભાઈ રાઠોડ, ઉપસરપંચ શ્રીમતી છાયાબેન રાઠોડ અને ગ્રામ પંચાયતના સભ્યશ્રી, THO મનોજભાઇ, આસી.THR ધ્રુવીન માલવિયા, BOBના અધિકારીશ્રી, તેમજ તાલુકા પંચાયતનો સ્ટાફ એસ.એ.રાજુભાઇ પટેલ, મુખ્ય સેવિકા ગીતાબેન સી. ચૌધરી, કાર્યકર, તેડાગર તથા આરોગ્ય સ્ટાફ તેમજ અન્ય વિભાગના અધિકારી, કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં વિવિધ શાખાઓ દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિષે માહિતી આપેલ પોષણ અભિયાન, કુપોષણ મુક્ત ભારત અને એનિમિયા, પી.એમ કિસાન વય યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ, જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, પશુપાલન માટે વધુ પ્રચાર પ્રસારણ તેમજ ICDS બારડોલીના ઇન્ચાર્જ CDPO, કર્મચારી અને કાર્યકર દ્વારા મિલેટ અને THRનો ઉપયોગ કરી વિવિધ વાનગીઓની પ્રદર્શન કરવામાં આવેલ અને તેનું મહત્વ સમજાવવામાં આવેલ, ICDS તથા તેડાગર, આરોગ્ય સ્ટાફ તેમજ કર્મચારીઓની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.



