Traffic Tail

૨૧ નવેમ્બરે સુરત જિલ્લાના બારડોલી, માંડવી અને મહુવા તાલુકાના ગામોમાં પરિભ્રમણ કરશે.

SHARE:

૨૧ નવેમ્બરે સુરત જિલ્લાના બારડોલી, માંડવી અને મહુવા તાલુકાના ગામોમાં પરિભ્રમણ કરશે.

કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાશે.
તા.૨૧ નવેમ્બરના રોજ સુરત જિલ્લાના બારડોલી,માંડવી અને મહુવા તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું આગમન થશે. જેમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ મળવાપાત્ર તમામ લાભાર્થીઓ સુધી પહોંચે, સરકારની તમામ યોજનાની જાણકારી આમ નાગરિકો સુધી પહોંચે અને જરૂરિયાતમંદ તમામ લાભાર્થીઓને તેમના ઘરઆંગણે લાભાન્વિત કરી શકાય એવા તેવા હેતુથી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ગામોમાં પરિભ્રમણ કરી લોકોને જાગૃત કરશે.
સુરત જિલ્લાના ત્રણ તાલુકાના ૬ ગામોમાં પરિભ્રમણ કરશે. બારડોલી તાલુકાના સમથાણ અને કંટાળી ગ્રામપંચાયત, માંડવીના ઘંટોલી ગ્રામપંચાયત અને બડતલ દૂધ ડેરી પાસે સાથે મહુવાના વહેવલ અને મહુવરિયા ગામે ગ્રામપંચાયત ખાતે રથનું આગમન થશે. જેમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભ આપવામાં આવશે.
વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આયોજનનો મુખ્ય ઉદ્દેશ છેવાડાના માનવી કે જે વિવિધ યોજનાઓનો લાભ લેવા પાત્ર છે પરંતુ લાભ મળ્યો નથી તેમના સુધી પહોંચવાનો છે. ઉપરાંત યોજનાઓની માહિતીનો પ્રચાર-પ્રસાર કરી નાગરિકોમાં જાગૃતિ લાવવા, સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કરી તેમના અનુભવ જાણવા તેમજ યાત્રા દરમિયાન નિશ્ચિત વિગતો દ્વારા સંભવિત લાભાર્થીઓની નોંધણી કરાવી તેમને પણ સરકારી યોજનાઓનો લાભ અપાવી ૧૦૦ ટકા લક્ષ્ય હાંસલ કરવાના ઉદ્દેશ છે

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!