Traffic Tail

સુરત જિલ્લાના મહુવા તાલુકાના લસણપોર ગામે વિકસીત ભારત સંકલ્પયાત્રા રથ આવી પહોચ્યો.

SHARE:

સુરત જિલ્લાના મહુવા તાલુકાના લસણપોર ગામે વિકસીત ભારત સંકલ્પયાત્રા રથ આવી પહોચ્યો.

સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું

સુરત જીલ્લાના મહુવા તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ત્રીજા દિવસે લસણપોર ગામ ખાતે આવી પહોચેલા રથનું ભવ્ય સ્વાગત સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકાસશ્રી પી.સી.મહાલા, ગામના સરપંચશ્રી સુરેશભાઈ પટેલ, ગ્રામ પંચાયતના સભ્યો, નાબાર્ડના અધિકારીશ્રી, SBIના અધિકારી તથા તાલુકા પંચાયતના કર્મચારીઓ, આઈસીડીએસના ઈન્ચાર્જ સીડીપીઓશ્રી તથા મુખ્ય સેવિકા, કાયૅકર, તેડાગર તથા આરોગ્ય સ્ટાફ તેમજ અન્ય વિભાગના અધિકારી, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
તાલુકા વિકાસ અધિકારી તથા વિવિધ વિભાગના અધિકારી અને કર્મચારીઓએ તેમના વિભાગની યોજનાઓ જેમકે,પોષણ અભિયાન, કુપોષણ મુક્ત ભારત અને એનિમિયા ,પી.એમ કિસાન વય યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ,જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, પશુપાલન માટે વિશે માહિતી આપી હતી. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું હતુ.
આ અવસરે આઈ.સી.ડી.એસ. મહુવાના CDPO, કર્મચારી અને કાર્યકરો દ્વારા મિલેટ અને THRનો ઉપયોગ કરી વિવિધ વાનગીઓની પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!