મધર ઇન્ડિયા ગ્રાઉન્ડ પર દિવાળી કપમાં ડોલવણ ની ટીમ વિજેતા સુરત જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ ના વરદ હસ્તે ટ્રોફી એનાયત.
મહુવા તાલુકાના પુના ગામે મધર ઇન્ડિયા ગ્રાઉન્ડ ખાતે ઇન્ટર વિલેજ દિવાળી કપનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કુલ 16 જેટલી ટિમો એ ભાગ લીધો હતો.ત્રણ દિવસથી ચાલી રહેલ આ ટુર્નામેન્ટની સેમી ફાઇનલ અને ફાઇનલ મેચ આજે રમાઈ હતી જેમાં મિસા ઇલેવન અને ડોલવણ ની ટીમ વચ્ચે ફાઇનલ નો રોમાંચક મુકાબલો જોવા મળ્યો હતો.જેમાં મિસા ઇલેવન રનર્સઅપ જ્યારે ડોલવણની ટીમ ફાઇનલ વિજેતા બની હતી આ ટુર્નામેન્ટના અંતે ઉપસ્થિત મહાનુભાવો વચ્ચે ઉપસ્થિત સુરત જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ રાકેશભાઈ.એ.પટેલ ના વરદ હસ્તે વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.






