Traffic Tail

મહુવા તાલુકાના નરડા ગામની સીમમાં મહુવા પોલીસે રેડ કરી કુલ્લે 4.24 લાખનો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

SHARE:

મહુવા તાલુકાના નરડા ગામની સીમમાં મહુવા પોલીસે રેડ કરી કુલ્લે 4.24 લાખનો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના નરડા ગામની સીમમાં બકુલભાઈ નાયકાના ખેતરમાં ધોળીકુઈ ગામના બુટલેગર રાજેશ ઉર્ફે રાજુભાઈ દિનુભાઈ નાયકાએ વિદેશી દારૂનો જથ્થો સંતાડયો હોવાનુ અને ત્યાંથી કારમાં સગેવગે થતો હોવાની બાતમી મહુવા પી.એસ.આઈ એસ.એમ.પટેલને મળી હતી.જે બાતમી આધારે મહુવા પોલીસમા ફરજ બજાવતા હે.કો.સુનિલભાઈ, પ્રદિપભાઈ અને પો.કો કૃણાલભાઈએ રેડ કરતા મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ 1392 નંગ બોટલ કિંમત રૂ.84,000 અને કાર (GJ-19-AF-2334) તેમજ મોટરસાયકલ (GJ-19-R-9849) મળી કુલ્લે 4.24 લાખનો મુદ્દામાલ કબજે લઈ ધોળીકુઈના ફરાર બુટલેગર રાજેશભાઈ નાયકાને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!