Traffic Tail

તા.૩૧મીએ ખેતીવાડી વિભાગ દ્વારા પલસાણા તાલુકાકક્ષાનો કૃષિ મેળો અને મિલેટ્સ પ્રદર્શન યોજાશે

SHARE:

મિલેટ્સનું આંતરાષ્ટ્રીય વર્ષ-૨૦૨૩

તા.૩૧મીએ ખેતીવાડી વિભાગ દ્વારા પલસાણા તાલુકાકક્ષાનો કૃષિ મેળો અને મિલેટ્સ પ્રદર્શન યોજાશે

યુનાઇટેડ નેશન્સ દ્વારા વર્ષ-૨૦૨૩ને આંતરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે લોકોમાં મિલેટ્સ પાકોના ન્યુટ્રીશનલ વેલ્યુ અંગે જાગૃતિ આવે એ માટે સુરત ખેતીવાડી વિભાગ દ્વારા તા.૩૧મીએ સવારે ૧૦:૦૦ વાગે પલસાણા તાલુકાના રેવા સાંસ્કૃતિક ભવન, બગગુમા ખાતે સુરત જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાનો કૃષિ મેળો અને મિલેટ્સ પ્રદર્શન યોજાશે.
આ પ્રસંગે બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી રોહિતભાઇ પટેલ, જિલ્લા પંચાયાતના ઉત્પાદન, સહકાર અને સિંચાઇ સમિતિના અધ્યક્ષ નિલેશભાઈ તડવી, પલસાણા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી યોગેશભાઈ પટેલ,ઉપપ્રમુખ ભાવનાબેન તલાવિયા,જિલ્લા પંચાયતના સદસ્ય રમેશભાઈ રાઠોડ અને કાજલબેન ચૌધરી ઉપસ્થિત રહેશે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!