Traffic Tail

મહુવા પોલીસે વિદેશીદારૂ ભરેલી કાર સાથે કુલ્લે 3,98,400 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો

SHARE:

મહુવા પોલીસે વિદેશીદારૂ ભરેલી કાર સાથે કુલ્લે 3,98,400 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મહુવા પોલીસ મથકે ફરજ બજાવતા હે.કો નિલેશભાઈ સોલંકી,પો.કો હિતેશભાઈ ગણપતભાઈ સહિતનો પોલીસ સ્ટાફ અનાવલ વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા તે દરમિયાન મહુવા તાલુકાના શેખપુર ગામે નિશાળ ફળિયામા રહેતો મહેન્દ્ર ઉર્ફે દેગો કાંતુભાઈ પટેલ પોતાના કબ્જાની કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી શેખપુર તરફ આવી રહ્યો હતો તે દરમિયાન અનાવલ ખાતે પોલીસનુ વાહન ચેકિંગ જોઈ કાર ચાલક મહેન્દ્ર પટેલે પોતાની કાર આંગલધારા ગામે સંજય દેસાઈના ઘર પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં સંતાડી દિધી હોવાની બાતમી મહુવા પી.એસ.આઈ એસ.એમ.પટેલને મળી હતી.જે બાતમી આધારે મહુવા પોલીસે આંગલધારા ગામે રેડ કરતા ખુલ્લી જગ્યામાંથી બાતમી વાળી કાર (GJ-21-AH-6785) મળી આવી હતી.પોલીસે કારમાં તલાસી લેતા અંદરથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ 1440 બોટલ કિંમત રૂ.98,400 અને કાર કિંમત રૂ.3 લાખ મળી કુલ્લે 3,98,400 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!