Traffic Tail

શ્રમયોગીઓને તા.૨૬મીએ મતદાનના દિવસે સવેતન રજા આપવાની રહેશે.

SHARE:

શ્રમયોગીઓને તા.૨૬મીએ મતદાનના દિવસે સવેતન રજા આપવાની રહેશે

રાજ્યની ૧૫ મહાનગરપાલિકાઓ, ૮૪ નગરપાલિકાઓ, ૩૪ જિલ્લા પંચાયતો અને ૨૬૦ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ તેમજ નગરપાલિકાઓની ખાલી પડેલી બેઠકો માટે આગામી તા.૨૬/૦૪/૨૦૨૬, રવિવાર ના રોજ સવારે ૭:૦૦ થી સાંજે ૬:૦૦ વાગ્યા દરમિયાન મતદાન યોજાનાર છે. આ લોકશાહીના પર્વમાં શ્રમયોગીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવાની રહેશે.
‘ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટસ એકટ-૨૦૧૯’ હેઠળ આવતી તમામ સંસ્થાઓએ જે કર્મચારીઓનો સાપ્તાહિક રજાનો દિવસ ૨૬ એપ્રિલ (રવિવાર) ના રોજ ન આવતો હોય, તેમને મતદાન માટે વારાફરતી ૩ કલાકની ખાસ રજા આપવાની રહેશે. વૈકલ્પિક વ્યવસ્થા તરીકે, સંસ્થાઓ જે તે દિવસે કામ ચાલુ રાખીને તેના બદલામાં મતદાનના દિવસે (રવિવારે) કર્મચારીને રજા આપવી. માત્ર કાયમી કર્મચારીઓ જ નહીં, પરંતુ રોજમદાર અને કેજ્યુઅલ કામદારોને પણ આ સૂચના સમાન રીતે લાગુ પડશે. આ આદેશ એવા કર્મચારીઓને લાગુ પડશે નહીં કે જેમની ગેરહાજરીથી સંસ્થામાં ભયજનક પરિસ્થિતિ ઊભી થવાની સંભાવના હોય અથવા વ્યાપક આર્થિક નુકસાન થવાની શક્યતા હોય.
જિલ્લાના તમામ વેપારીઓ અને સંસ્થાના માલિકોને આ સૂચનાનું ચુસ્તપણે પાલન કરવા અને શ્રમયોગીઓ લોકશાહીના પર્વમાં સહભાગી થઇ પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરી શકે એ માટે આ વ્યવસ્થા કરવા નાયબ શ્રમ આયુક્ત-સુરતની યાદીમાં જણાવાયું છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!