Traffic Tail

કડોદરાની ગગન સિલ્ક મિલ્સમાં બાળમજૂરી વિરોધી ટાસ્ક ફોર્સની રેડ: ૩ તરૂણ શ્રમિકોને મુક્ત કરાવાયા

SHARE:

કડોદરાની ગગન સિલ્ક મિલ્સમાં બાળમજૂરી વિરોધી ટાસ્ક ફોર્સની રેડ: ૩ તરૂણ શ્રમિકોને મુક્ત કરાવાયા

સુરત જિલ્લાની બાળમજૂરી નાબૂદી વિરોધી ટાસ્ક ફોર્સ દ્વારા પલસાણા તાલુકાના કડોદરા-વરેલી સ્થિત ‘ગગન સિલ્ક મિલ્સ પ્રા.લિ. ખાતે રેડ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ૧૭ વર્ષની વયના કુલ ૩ તરૂણો કામ કરતા મળી આવ્યા હતા, જે પૈકી બે સુરતના અને એક નવસારીનો વતની છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ બાળકો છેલ્લા બે મહિનાથી સવારે ૯ થી સાંજે ૫ વાગ્યા સુધી ગાડી લોડિંગનું કામ કરતા હતા, જેના બદલામાં તેમને માસિક ૧૨ થી ૧૫ હજાર રૂપિયા વેતન ચૂકવવાનું નક્કી કરાયું હતું. ટાસ્ક ફોર્સ દ્વારા મુક્ત કરાયેલા આ ત્રણેય બાળકોને ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC)ના આદેશ અનુસાર હાલ વી. આર. પોપાવાલા આશ્રમ ખાતે મોકલવામાં આવ્યા છે. તંત્ર દ્વારા બાળકોના વય અંગેના દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ જવાબદાર એકમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એમ જિલ્લા ટાસ્ક ફોર્સની યાદીમાં જણાવાયું છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!