તા.૯ ફેબ્રુઆરીએ ITI-મજુરા ગેટ ખાતે એપ્રેન્ટીસશીપ ભરતી મેળો યોજાશે
એપ્રેન્ટીસ તાલીમમાં જોડાવા ઇચ્છુક ઉમેદવારોને જરૂરી પ્રમાણપત્રો સાથે હાજર રહી ભરતી મેળાનો લાભ લેવા અનુરોધ
ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગાંધીનગર દ્વારા સંચાલિત ITI મજુરા ગેટ,સુરત ખાતે તા.૯-૨-૨૦૨૬ના રોજ સવારે ૧૦:૩૦ કલાકથી જિલ્લા કક્ષાનો આગામી પ્રધાન મંત્રી નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતી મેળો યોજાશે. એપ્રેન્ટીસ તાલીમમાં જોડાવા ઇચ્છુક ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્ર સાથે હાજર રહી ભરતી મેળાનો લાભ લેવા આચાર્યશ્રી, આઇ.ટી.આઇ.(ITI), મજુરાગેટ, સુરત દ્વારા અનુરોધ કરવામાં આવે છે.





