નેપાળમાં પર્વતીય વિસ્તારમાં ટ્રેકિંગ દરમિયાન નિધન પામેલા બારડોલી તાલુકાના કડોદ ગામના પર્વતારોહક પિતા-પુત્રીના પાર્થિવ દેહને વતન પરત લાવવા સાંસદ પ્રભુભાઈ વસાવાએ વિદેશ મંત્રાલયને પત્ર લખ્યો

SHARE:

નેપાળમાં પર્વતીય વિસ્તારમાં ટ્રેકિંગ દરમિયાન નિધન પામેલા બારડોલી તાલુકાના કડોદ ગામના પર્વતારોહક પિતા-પુત્રીના પાર્થિવ દેહને વતન પરત લાવવા સાંસદ પ્રભુભાઈ વસાવાએ વિદેશ મંત્રાલયને પત્ર લખ્યો

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કડોદ ગામના પર્વતારોહક પિતા-પુત્રી લલ્લુભાઈ ભંડારી અને પ્રિયાંશીનું નેપાળમાં પર્વતીય વિસ્તારમાં ટ્રેકિંગ દરમિયાન દુઃખદ નિધન થયું છે. તેમના પાર્થિવ દેહને વતન પરત લાવવા માટે સાંસદ પ્રભુભાઈ વસાવાએ વિદેશ મંત્રાલયને પત્ર લખ્યો છે. હાલ પ્રભુભાઈ રાષ્ટ્રપતિશ્રી સાથે વિદેશ પ્રવાસે હોવાથી પ્રવાસમાં સાથે રહેલા વિદેશ મંત્રાલયના સચિવશ્રી સુધાકર દલેલાને પણ આ સંદર્ભે વિનંતી કરતા તેમણે તાત્કાલિક નેપાળ એમ્બેસી અને ભારતના દૂતાવાસને સૂચના આપી છે. શક્ય તેટલી ઝડપથી પાર્થિવ દેહ પરિવારજનોને મળે તે માટે સાંસદશ્રી વિદેશ મંત્રાલય સાથે સંકલન કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!